• ગ્રામીણ વિસ્તારોમાં ખોલશે થિયેટર્સ
  • થિયેટર્સમાં હશે ટેક્સ ફ્રી ટિકિટ
  • ગરીબ બાળકો માટે ફ્રીમાં વ્યવવસ્થા

સલમાન ખાન હાલમાં પોતાની હાલમાં રીલિઝ થયેલી ફિલ્મ ટાઈગર 3ને લઈને ચર્ચામાં છે. આ દિવસોમાં તે પોતાની ફિલ્મની સક્સેસને એન્જોય કરી રહ્યા છે. આ સમયે તેઓએ ડ્રીમ પ્રોજેક્ટને લઈને ખુલીને વાત કરી છે. સલમાન થોડા વર્ષો પહેલા ભારતના અનેક શહેરોમાં ટાઈગર ટોકિઝ નામથી પોતાનું થિયેટર ખોલવાના હતા પરંતુ કોરોનાના કારણે આ કામ અટકી ગયું હતું.

શું કહ્યું સલમાને ડ્રીમ પ્રોજેક્ટને લઈને

સલમાને પોતાના ડ્રીમ પ્રોજેક્ટને લઈને ખુલાસો કર્યો છે. તે પોતાના પેશન પ્રોજેક્ટને લઈને કામ કરવાનું વિચારી રહ્યા છે. સલમાને કહ્યું કે હું કરીશ. આવતા વર્ષે હું શરૂ કરીશ. આ એક લાંબી પ્રોસેસ છે. તેની પર ધીરે-ધીરે સતત પણ શરૂઆત કરવામાં આવશે.

ગ્રામીણ વિસ્તારોમાં થિયેટર ખોલવાનો પ્લાન

સલમાને પોતે કહ્યું હતું કે તે પોતાના થિયેટર્સ ખોલવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. એક એવો દાવો પણ કરાયો છે કે આ થિયેટર્સ ગ્રામીણ વિસ્તારોમાં એટલે કે શહેરી વિસ્તારોમાં સિવાયની જગ્યાઓએ ખોલાશે. સલમાને કહ્યું અમે આ થિયેટર્સ નાના શહેરોમાં ખોલવાનું વિચાર્યું હતું જ્યાં લોકો થિયેટર્સ સુધી પહોંચી શક્યા નથી. આ સિવાય એમ પણ જાણવા મળ્યું છે કે થિયેટર્સમાં ટેક્સ ફ્રી ટિકિટ આપવામાં આવશે. જો ગરીબ બાળકો ફિલ્મ જોવા આવશે તો તેમના માટે તે ફ્રી રાખવામાં આવશે.

સલમાન ખાનનું વર્કફ્રન્ટ

સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં કેટરીના કૈફની સાથે ટાઈગર 3માં જોવા મળ્યા હતા. હવે સલમાનની પાસે દ બુલ, દબંગ, કિક 2 જેવી ફિલ્મો છે.  

  • Follow us on: