• હાલમાં બિહારમાં પૂર્વજોની કરાવી પૂજા
  • રામ મંદિરને લઈને એક્ટરે આનંદ વ્યક્ત કર્યો
  • જય ભોલે અને જય શ્રીરામના નારા પણ લગાવ્યા

બોલિવુડ એક્ટર સંજય દત્ત આમ તો પોતાની દમદાર એક્ટિંગને માટે ચર્ચામાં રહે છે. પરંતુ હવે એક્ટર રામ મંદિરને લઈને વાત કરીને ચર્ચામાં આવ્યા છે. સંજય દત્ત હાલમાં બિહારના ગયાના જાણીતા ધર્મસ્થળે પૂર્વજોની પૂજા કરવા ગયા હતા. આ સમયે તેઓએ કેટલાક પત્રકારો સાથે વાત કરી અને સાથે જ આ સમયે રામ મંદિરને લઈને ખુશી પણ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તેઓએ પોતાના અયોધ્યા જવાનો પ્લાન જણાવ્યો હતો.

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પર સંજય દત્તે જાહેર કરી ખુશી

સંજય દત્ત જ્યારે ગયા પહોંચ્યા તો કેટલાક પત્રકારોએ એક્ટરને રામ મંદિરને લઈને પ્રશ્નો કર્યા હતા. તેના જવાબમાં સંજય દત્તે કહ્યું કે સારી વાત છે. સાથે જ તેઓએ અયોધ્યા જવાના સવાલને લઈને જવાબ આપતા કહ્યું કે નક્કી જઈશ- કેમ નહીં. આ સાથે જ અહીં એક્ટરે જય ભોલે અને જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા. સંજય દત્તની રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ખુશી જોઈને ફેન્સ પણ ઈમ્પ્રેસ થયા છે.

માતા-પિતાનું પિંડ દાન કરવા ગયા હતા ગયા

રિપોર્ટ્સનું માનીએ તો સંજય દત્ત ગુરુવારે પોતાના પિતા સુનીલ દત્ત અને માતા નરગિસ દત્તના પિંડદાનની પૂજા માટે પહોંચ્યા હતા. મંદિરના પૂજારીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે એક્ટરે માતા-પિતાની મુક્તિને માટે પ્રાર્થના કરી. આ સમયે એક્ટરે આ સ્થળેથી પોતાના અનેક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા છે, જેમાં એક્ટર વ્હાઈટ કૂર્તા પાયજામામાં પૂજા કરતા જોવા મળ્યા છે. મળતી માહિતિ અનુસાર એક્ટર પ્રાઈવેટ પ્લેનથી ગયા પહોંચ્યા હતા.  

  • Follow us on: