- તુનિષા કેસમાં શીઝાન પોલીસ કસ્ટડીમાં
- મેકર્સે કર્યો શીઝાન ખાનને રીપ્લેસ
- યૂઝર્સે કહ્યું કે શીઝાન જ અલીબાબા માટે બેસ્ટ છે
તુનિષા શર્માની સીરિયલ અલી બાબા દાસ્તાન-એ-કાબુલ સીરિયલે હાલમાં જ શોનો નવો પ્રોમો જાહેર કર્યો છે. આ પ્રોમોમાં મેકર્સ શીઝાન ખાનને રિપ્લેસ કરીને નવા ચહેરાની સાથે જૂના કિરદારની શોમાં ફરી એન્ટ્રી કરાવવાના છે. પરંતુ સોશિયલ મીડિયા પર મેકર્સે જ્યારે નવો પ્રોમો રીલિઝ કર્યો તો તેને જોઈને ફેન્સ ભડકી ઉઠ્યા. તે સતત સીરિયલના મેકર્સને અનેક વાતો સંભળાવી રહ્યા છે. એટલું નહીં તેઓએ શોના મેકર્સને ધમકી પણ આપી છે. તેની પાછળનું કારણ શોમાં શીઝાન ખાનને ન દેખાડવો કે તેની જગ્યાએ મેકર્સ અન્ય કોઈને લઈ આવે તે છે.
બદલાઈ જશે અલીબાબા













