• 1000 કરોડ રૂપિયાને પાર પહોંચી Shah Rukh ની ફિલ્મ
  • બોક્સ ઓફિસ પર ફિલ્મે કરી રેકોર્ડ તોડ કમાણી
  • ત્રીજા અઠવાડિયે પણ ફેન્સમાં ફિલ્મનો ક્રેઝ યથાવત

કોરોના મહામારી બાદ બોલિવૂડ ફરી હરકતમાં આવી ગયું છે અને સાથે જ શાહરૂખના પરત આવવાના કારણે બોલિવૂડની રોનક વધી છે. 2003ની શરૂઆતમાં શાહરૂખ ખાને પઠાણને બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરી. આ પછી હવે શાહરુખની ફિલ્મ 'જવાન' બમ્પર કમાણી કરી રહી છે. 'જવાન' એ પઠાણનો રેકોર્ડ પણ તોડી દીધો છે. તે સૌથી વધારે કમાણી કરીને 1000 કરોડને પાર પહોંચી છે. અઠવાડિયાના ત્રીજા અઠવાડિયાનો ક્રેઝ ઓછો થવાનું નામ લઈ રહ્યો નથી. વીકેન્ડ પર ફિલ્મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે.

'જવાન'ની રીલિઝને થયા 19 દિવસ

શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' રીલિઝ થયાને 19 દિવસ થયા છે પણ હાલમાં પણ ફિલ્મ શાનદાર કમાણી કરી રહી છે. ફિલ્મે આ અઠવાડિયે રીલિઝ થયેલી શિલ્પા શેટ્ટીની ફિલ્મ સુખી અને વિક્કી કૌશલની ફિલ્મ દ ગ્રેટ ઈન્ડિયન ફેમિલિને માત આપી છે. 'જવાન'ની કમાણીની સામે આ ફિલ્મો ક્યાંય ટકી શકી નથી.

1000 કરોડને પાર પહોંચી શાહરૂખ ખાનની 'જવાન'

નયનતારા અને શાહરૂખની જોડી બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. 'જવાન'ની 19મા દિવસની કમાણી 5.30 કરોડનું છે. આ સાથે 'જવાન'ની ભારતમાં કમાણી ભારતમાં કુલ 566.08 કરોડ થઈ છે તો દુનિયામાં તે 1005 કરોડનો બિઝનેસ કરી ચૂકી છે. ઓવરસીઝમાં 'જવાન'એ 331.15 કરોડની શાનદાર કમાણી કરી છે.

આ અઠવાડિયે રીલિઝ થશે આ ફિલ્મો

'જવાન'ને આ અઠવાડિયે કમાણીનો સારો અવસર મળ્યો છે. આ અઠવાડિયે એટલે કે 28 સપ્ટેમ્બરે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ દ વેક્સીન વોર અને રિચા ચઢ્ઢા અને અલી ફઝલની ફિલ્મ ફુકરે 3 પણ રીલિઝ થઈ રહી છે. ફુકરે સીરીઝની 2 ફિલ્મોને ફેન્સનો સપોર્ટ મળ્યો છે. જેના કારણે માનવામાં આવી રહ્યું છે કે ફુકરે 3 જવાનની કમાણી પર અસર કરી શકે છે. તો સાથે વિવેક અગ્નિહોત્રીની ફિલ્મોની અલગ ટારગેટ ઓજિયન્સ છે, જેણે દ કાશ્મીર ફાઈલ્સ જેવી ફિલ્મોને શાનદાર કમાણીનો અવસર આપ્યો. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર 'જવાન'ને સાઈડ લાઈન કરી શકે છે.  

  • Follow us on: