• કોલકાતા નાઈટ રાઈડર્સે શાનદાર જીત નોંધાવી
  • શાહરૂખ ખાને સુરેશ રૈના અને આકાશ ચોપરાની  માફી માંગી
  • વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

સુપરસ્ટાર શાહરૂખ ખાન તેની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સાથે IPL 2024 ની ફાઇનલમાં પહોંચવાની ઉજવણી કરતો જોવા મળ્યો હતો. મંગળવારે અમદાવાદ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં KKR એ શાનદાર જીત નોંધાવી હતી. KKRની જીત બાદ શાહરૂખ ખાને પોતાની ખુશી વ્યક્ત કરી અને ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરને ગળે લગાવ્યા. ત્યાર પછી તે આખા મેદાનમાં ફર્યા અને તેના ચાહકોનું અભિવાદન કર્યું. આ દરમિયાન શાહરૂખ ખાનનો વધુ એક વીડિયો ચર્ચામાં છે.

શાહરૂખ ખાને કેમ માંગી માફી?

બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સે મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 21 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને આઈપીએલ 2024ની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ટીમ જીતતાની સાથે જ શાહરૂખ ખાન અને તેના બાળકો સુહાના-અબરામની ખુશીની કોઈ સીમા ન રહી. ટીમની જીતની ઉજવણી કરતા શાહરૂખ ખાનના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. KKRની જીત બાદ શાહરૂખ ખાને પોતાની ખુશી વ્યક્ત કરી અને ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરને ગળે લગાવ્યા. ત્યારપછી તેણે આખા મેદાનમાં ફર્યા અને તેના ચાહકોનું અભિવાદન કર્યું. આ દરમિયાન શાહરૂખ ખાનનો વધુ એક વીડિયો ચર્ચામાં છે. તેના ચાહકોનું અભિવાદન કરતી વખતે, તે સુરેશ રૈના અને આકાશ ચોપરાના લાઇવ પ્રસારણની સામે આવી ગયો, ત્યારબાદ તેણે સુરેશ રૈના અને આકાશ ચોપરાની માફી પણ માંગી.

શાહરૂખ ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

શાહરૂખનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કિંગ ખાન સુરેશ રૈના અને આકાશ ચોપરાની માફી માંગતો જોવા મળી રહ્યો છે. શાહરૂખના બાળકો સુહાના ખાન અને અબરામ ખાન પણ મેદાન પર હાજર હતા. સ્ટેન્ડમાં તેના ચાહકોનું અભિવાદન કરતી વખતે, તે સુરેશ રૈના અને આકાશ ચોપરાના લાઇવ પ્રસારણની સામે આવી ગયો, ત્યારબાદ તેણે સુરેશ રૈના અને આકાશ ચોપરાની માફી પણ માંગી.

કિંગ ખાનને પોતાની ભૂલનો થયો અહેસાસ

કિંગ ખાનને પોતાની ભૂલનો અહેસાસ થતાં જ તેણે બંનેની માફી માંગી અને પોતાની ભૂલનું કારણ પણ સમજાવ્યું. શાહરૂખનું કહેવું છે કે તેનું સંપૂર્ણ ધ્યાન સ્ટેન્ડમાં હાજર તેના ચાહકો પર હતું, જેના કારણે તે લાઈવ પ્રસારણ પર ધ્યાન આપી શક્યો નહીં. આ પછી તેણે બંને પૂર્વ ક્રિકેટરો સાથે હાથ મિલાવ્યા. શાહરૂખ, સુરેશ રૈના અને આકાશ ચોપરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. સુરેશ રૈનાએ પણ X પર આ ક્ષણની તસવીરો શેર કરી અને શાહરૂખ પર પ્રેમ વરસાવ્યો.

સુરેશ રૈનાએ તસવીરો શેર કરી

આ તસવીરો શેર કરતી વખતે સુરેશ રૈનાએ કેપ્શનમાં લખ્યું - 'હંમેશા નમ્ર રહેતા શાહરૂખ ખાનને આજે મળવું ખૂબ જ અદ્ભુત હતું. સુપરસ્ટાર હોવા છતાં, તે દરેક વાતચીતમાં નમ્રતા દર્શાવે છે. તે હંમેશા પોતાનું ડાઉન ટુ અર્થ વર્તન જાળવી રાખે છે. ફાઇનલમાં સ્થાન મેળવવા માટે KKRને અભિનંદન!. ઘણા યુઝર્સે સુરેશ રૈનાના પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા કિંગ ખાનના વખાણ કર્યા છે.


  • Follow us on: