- આરામથી સૂઈ શકાય એવા જોરદાર છે રૂમ
- આખો ફ્લોર કાચનો બનેલો છે
- ચારેય બાજું એલઈડી મૂકવામાં આવી છે
સેબેલ્સની લાઈફસ્ટાઈલ હંમેશા એક ચર્ચાનો વિષય રહ્યો છે. એમાં પણ જ્યારે વાત સલમાન અને શાહરૂખની કરવામાં આવે ત્યારે એ વિષય ખૂબ લાંબો થઈ જાય છે. કલાકારો જ્યારે પણ કોઈ પણ શુટિંગમાં જાય છે. ત્યારે તેઓ પોતાની ખાસ વેનિટીવાનનો ઉપયોગ કરે છે. જેમાં તમામ પ્રકારની સગવડ હોય છે. પણ કિંગ ખાનની વેનિટી બીજા બધા કલાકારો કરતા ઘણી અલગ અને આધુનિક છે. કિંગ ખાનની વેનિટી વેન હંમેશા ચર્ચામાં રહે છે. શાહરૂખ ખાને પોતાની વેનિટી વેન કસ્ટમાઈઝ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેની લક્ઝરી વેનની કિંમત 4 કરોડ રૂપિયાથી વધુ છે.

આવી મસ્ત છે વેનિટી વાન
શાહરૂખ ખાનની વેનિટી વેન 5 સ્ટાર હોટલના રૂમથી ઓછી નથી, તેમાં તમામ આધુનિક કમ્ફર્ટ છે. વોકિંગ ખાનની વેનિટી વાનને દેશના પ્રખ્યાત કાર ડિઝાઈનર દિલીપ છાબરિયાએ કસ્ટમાઈઝ કરી છે. વેનિટી વેનના આંતરિક ભાગના લગભગ દરેક ભાગને રિમોટ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. શાહરૂખ ખાનની વેનિટી વેનનું ફ્લોર કાચનું બનેલું છે. આરામ કરવા માટે તેમાં ખૂબ જ આરામદાયક ખુરશીઓ લગાવવામાં આવી છે. વેનિટી વેન સાયન્સ ફિક્શન લેબ જેવી લાગે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમાં એક મોટું બાથરૂમ છે, જેમાં સ્ટીમ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે. વેનિટીની ચારેય બાજુ એલઈડી લાઈટ લગાવાઈ છે. પણ બહાર ઊભા રહીને જોઈએ તો અંદરની એક પણ વસ્તુ દેખાતી નથી.

શુટિંગ હવે શરૂ કરશે
શાહરૂખ ઉપરાંત ઋત્વિક રોશનની વેનિટી પણ જોરદાર છે. જેમાં ડબલ બેડથી લીને લિવિંગ રૂમ સુધીની સુવિધા છે. આ ઉપરાંત અંદર મલ્ટિ કલર્સની લાઈટ્સ છે. મેકઅપ વખતે આનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, ઋત્વિકે ભાગ્યે કોઈ ફોટો ક્લિક કરીને શેર કર્યો. હાલ તો એકબાજું કિંગખાનની ડંકીનું શુટિંગ થવાનું છે. બીજી બાજુ ફિલ્મ ફાઈટરનું શુટિંગ ખતમ ચૂક્યું છે. ટૂંક જ સમયમાં ઋત્વિક પોતાની ફ્રેન્ચાઈઝી ફિલ્મ ક્રિશ 4નું શુટિંગ શરૂ કરશે