ઐશ્વર્યા રાય બચ્ચનની ભાભી શ્રીમા રાય સામાન્ય રીતે લાઈમલાઈટથી દૂર રહે છે પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજેતરમાં, શ્રીમાએ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગ અને ઐશ્વર્યા રાય સાથેની સરખામણી અંગે ખુલ્લેઆમ વાત કરી. ઐશ્વર્યાનું નામ લીધા વિના શ્રીમાએ કહ્યું કે તેણે પોતાની આગવી ઓળખ બનાવી છે.
શ્રીમા રાયે ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ
મોહસિના અહેમદની યુટ્યુબ ચેનલ પર વાત કરતા શ્રીમાએ કહ્યું કે નવેમ્બરમાં વિવાદ શરૂ થયો હતો, જ્યારે તેને કોઈ કારણ વગર ટ્રોલ કરવામાં આવી. શ્રીમાએ કહ્યું, "કેટલીક બાબતોને સંપૂર્ણપણે સંદર્ભની બહાર લેવામાં આવી હતી, અને મને સમજાતું પણ નહોતું કે અચાનક મને બોલીવુડની એક નવી સ્ટોરીમાં એક પાત્ર તરીકે કેમ રજૂ કરવામાં આવી રહી છે."
અચાનક એક નવું પાત્ર દેખાય: શ્રીમા રાય
તેઓએ તેને ટીવી સીરિયલ જેવું બનાવ્યું. "એવું લાગતું હતું કે જ્યારે તમે ભારતીય ટીવી નાટકો જુઓ છો, ત્યારે અચાનક એક નવું પાત્ર દેખાય છે, અને તે નવું પાત્ર શ્રીમા રાય હતું. એવું જ લાગ્યું. હું મારી ઓળખ પરિવાર સાથે સંકળાયેલી રાખવા માંગતી ન હતી. તમારા કોઈપણ સંબંધોનો સપોર્ટ હોવો એ એક વાત છે, પરંતુ જો તમે જાતે કંઈક કરી રહ્યા છો, તો કોઈ તેને છીનવી લે તે ખૂબ જ ખોટું છે."
શ્રીમા રાયે ટ્રોલર્સને લઈને કહી આ વાત
શ્રીમા રાયે કહ્યું કે "કેટલાક ટ્રોલર્સે બિનજરૂરી સરખામણી કરવાનું શરૂ કર્યું. એક મહિલાની સફરની તુલના બીજી મહિલા સાથે ન કરી શકાય. જો તમે કોઈના ફેન છો, તો તમારે બીજાને ટ્રોલ કરવું જ પડે તે જરૂરી નથી. બીજાની પ્રશંસા કરવા માટે કોઈને નીચું બતાવવું યોગ્ય નથી."
શ્રીમા રાયે શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ
શ્રીમાએ ક્યારેય ઐશ્વર્યા રાય બચ્ચન વિશે પોસ્ટ કેમ નથી કરી તે અંગે ટ્રોલર્સે સવાલો ઉઠાવ્યા ત્યારે વિવાદ વધુ વધ્યો. જવાબમાં તેને એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી જેમાં લખ્યું હતું, "ક્યારેય ઈર્ષ્યા નહીં. ક્યારેય ડરશો નહીં. ક્યારેય સ્પર્ધામાં નહીં. મારા પોતાના આશીર્વાદ છે." આ પોસ્ટ પછી, તેણે શ્વેતા બચ્ચન નંદા તરફથી મળેલા બૂકેનો ફોટો શેર કર્યો, જેનાથી વધુ ચર્ચાઓ થઈ.
શ્રીમા રાયે પોસ્ટ કરી ડિલીટ
શ્રીમાએ એમ પણ કહ્યું કે તેના પતિ, સાસુ અને માતા-પિતા તેમની કારકિર્દીની સફરને યોગ્ય રીતે માર્ગદર્શન આપી શકે છે. "એક માતા તરીકે, મારા માટે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જ્યારે મારું નામ આવે ત્યારે હકીકતો સ્પષ્ટ થાય." પરંતુ પાછળથી તેણે આ પોસ્ટ્સ ડિલીટ કરી દીધી અને વિવાદ ધીમે ધીમે શાંત થઈ ગયો, પરંતુ ટ્રોલિંગ હજુ પણ ચાલુ છે.