- સિદ્ધાંત ચતુર્વેદી-નવ્યા નવેલી નંદાનું થયું બ્રેકઅપ?
- અમિતાભ બચ્ચનની પૌત્રી 2 વર્ષથી સિદ્ધાંત ચતુર્વેદીને ડેટ કરી રહી હતી
- સિદ્ધાંતે નવ્યા સાથેના સંબંધોને લઈ ઓફિશિયલ સ્વીકાર કર્યો નથી
કેટલીકવાર બોલિવુડમાં ફિલ્મો કરતાં સેલિબ્રિટીઓના અફેરની વધુ ચર્ચા થાય છે. કેટલાક સ્ટાર્સ તેમના સંબંધોને ખુલ્લેઆમ સ્વીકારે છે, પરંતુ કેટલાક તેને ગુપ્ત રાખવાનું પસંદ કરે છે. આ લિસ્ટમાં સિદ્ધાંત ચતુર્વેદી અને નવ્યા નવેલી નંદા પણ સામેલ છે. સિદ્ધાંત અને નવ્યાના નામ બે વર્ષથી જોડાયેલા હતા. પરંતુ હવે તેમના બ્રેકઅપના સમાચાર ચર્ચામાં છે.
સિદ્ધાંત ચતુર્વેદી અને નવ્યા નવેલી નંદા પણ બી-ટાઉનના ચર્ચિત કપલ્સના લિસ્ટમાં સામેલ હતા. બે વર્ષ સુધી ગુપ્ત રીતે ડેટિંગ કર્યા બાદ હવે મળતી માહિતી મુજબ તેઓ અલગ થઈ ગયા છે. એક રિપોર્ટ મુજબ સિદ્ધાંત અને નવ્યા અલગ થઈ ગયા છે. તેઓ 2022 માં ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા હતી.
ગલી બોયથી ફેમસ થયેલા એક્ટર સિદ્ધાંત ચતુર્વેદી પોતાની પર્સનલ લાઈફને પ્રાઈવેટ રાખવાનું પસંદ કરે છે. તેને ક્યારેય અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા સાથેના સંબંધોને ઓફિશિયલ જાહેર કર્યા નથી. નવ્યા અને સિદ્ધાંતના અફેરના સમાચાર ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેઓ મૂવી ડેટ્સ, લંચ-ડિનર અને વેકેશન પર સાથે જોવા મળ્યા હતા.
નવ્યા અને સિદ્ધાંતનું બ્રેકઅપ?
2 વર્ષથી ડેટિંગના સમાચારને કારણે ચર્ચામાં રહેલા નવ્યા અને સિદ્ધાંતે અલગ થઈ ગયા હોવાના સમાચાર છે. મીડિયા રિપોર્ટ મુજબ સિદ્ધાંત અને નવ્યાએ તેમના સંબંધોનો અંત લાવ્યો છે. તેમનો સંબંધ ખરાબ નોટ પર સમાપ્ત થયો ન હતો. બ્રેકઅપ હોવા છતાં, તેઓ સારા મિત્રો છે. હાલમાં નવ્યા કે સિદ્ધાંતે આને લઈને કોઈ ઓફિશિયલ માહિતી શેર કરી નથી. સંદેશ ન્યૂઝ પણ આની પુષ્ટિ કરતું નથી.
સિદ્ધાંત નવ્યાની માતાને મળ્યો હતો
ગયા વર્ષે ઓક્ટોબરમાં સિદ્ધાંત ચતુર્વેદી નવ્યા નવેલી નંદા અને તેની માતા શ્વેતા બચ્ચનને ડિનર માટે મળ્યા હતા. પરંતુ તેમના બ્રેકઅપના સમાચારથી તેમના ફેન્સને ઝટકો લાગ્યો છે.
કોણ છે નવ્યા નવેલી નંદા?
નવ્યા નવેલી નંદા અમિતાભ બચ્ચનની પૌત્રી અને શ્વેતા બચ્ચનની પુત્રી છે. ફિલ્મી દુનિયાથી દૂર નવ્યા એક બિઝનેસવુમન છે. તે આરા હેલ્થ નામનું હેલ્થ પ્લેટફોર્મ પણ ચલાવે છે. નવ્યાએ એકવાર કહ્યું હતું કે તે તેના પિતા નિખિલ નંદાની જેમ બિઝનેસમાં નામ કમાવવા માંગે છે. તેનો ભાઈ અગસ્ત્ય નંદા એક્ટર છે.