સલમાન ખાન હાલ તો આગામી ફિલ્મ "સિકંદર"ની રિલીઝ મામલે ચર્ચામાં છે. ઇદના અવસરે આ ફિલ્મ થિયેટરમાં રજૂ થશે. ફેન્સ સલમાનની ફિલ્મ માટે રાહ જોઇ રહ્યા છે. કારણ કે લાંબા સમય બાદ તેમની બીગ બજેટની ફિલ્મ રિલીઝ થઇ રહી છે. બોલીવુડના ભાઇજાને પોતાની સુપર હિટ ફિલ્મ મેને પ્યાર કિયા મામલે રસપ્રદ કિસ્સો સંભળાવ્યો હતો. આ ફિલ્મની સફળતાએ સલમાનને સુપર સ્ટાર બનાવ્યો છે.


મુખ્ય ભૂમિકાવાળી પ્રથમ ફિલ્મનો કિસ્સો

સલમાન ખાન બોલીવુડના એ સુપર સ્ટારની યાદીમાં આવે છે. જેઓ ફિલ્મ સફળ થવાની ગેરંટી આપે છે. તેમની ફિલ્મ બજેટ કરતા વધુ બોક્સ ઓફિસ કલેક્શન કરે છે. વર્ષ 1989માં રિલીઝ થયેલી ફિલ્મ મેને પ્યાર કિયાથી મુખ્ય ભૂમિકાની શરૂઆત કરી હતી. પરંતુ તેઓ શરૂઆતમાં આ ફિલ્મ કરવા માગતા ન હતા. 6 મહિના સુધી ફિલ્મ મેકરને તેઓ ટાળતા હતા. પરંતુ પછીથી તેઓ આ ફિલ્મ કરવા માટે રાજી થયા હતા. અને બાદમાં આ ફિલ્મ બ્લોક બસ્ટર સાબિત થઇ હતી. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને સુરસ્ટાર મળ્યો હતો. જેનો દબદબો હજુપણ કાયમ છે.

ફિલ્મની કહાની નિર્દેશકને જુબાની

ફિલ્મના દિગ્દર્શક સૂરજ બડજાત્યાએ એક ઇન્ટરવ્યુમાં આ સમગ્ર ઘટના વિશે ખુલીને વાત કરી. તેમણે કહ્યું કે અમે શરૂઆતમાં વિચાર્યું કે પ્રખ્યાત સલીમ ખાનનો પુત્ર અમારી સાથે કેમ કામ કરશે. છતાં અમે સલમાન સાથે મુલાકાત નક્કી કરી. અમને ખબર હતી કે તે સમય સુધી, અમારી ફિલ્મોના હીરોની છબી સંત જેવી હતી. સૂરજે કહ્યું કે સલમાન ફિલ્મ નકારવાના ઇરાદાથી મને મળવા આવ્યો હતો. કારણ કે તે પોતાની પહેલી ફિલ્મમાં જ કોઈ સંતનું પાત્ર ભજવવા માંગતો ન હતો. સૂરજે કહ્યું કે જ્યારે અમે પહેલી વાર મળ્યા ત્યારે તે ખૂબ જ નાનો લાગતો હતો અને બિલકુલ હીરો જેવો દેખાતો નહોતો. આ પછી, જ્યારે મેં તેના ચિત્રો જોયા, ત્યારે તે ખૂબ જ સુંદર દેખાતો હતો. કદાચ એ કેમેરાનો જાદુ હતો. સૂરજે કહ્યું કે જ્યારે મેં સલમાનને વાર્તા કહી ત્યારે સલમાને ઇન્ટરવલ સુધી સ્ક્રિપ્ટ માટે સંમતિ આપી. પરંતુ આ પછી પણ ઘણા પડકારો હતા. સૌ પ્રથમ અમારે સલમાનના લુકનું પરીક્ષણ કરવું પડ્યું. આ બધું થયું છતાં તેના અવાજમાં કોઈ તાકાત નહોતી. અમે ફરાહને ડાન્સ રિહર્સલ માટે બોલાવી પણ તે ડાન્સ પણ કરી શકી નહીં.

સલમાન કામ માટે પ્રામાણિક છેઃ સુરજ બડજાત્યા

સૂરજ કહે છે કે આ પછી મેં તેને ગિટાર સાથે ખુરશી પર બેસવાનું કહ્યું અને તે દેખાવ જોયા પછી મને બધું સમજાયું. ખરેખર તેનો ચહેરો, સ્ટાઇલ, રોમાંસ, બધું જ પરફેક્ટ હતું પણ તે તેને વ્યક્ત કરી શકતો ન હતો. જોકે આ છ મહિના સુધી ચાલ્યું અને હું તેમને કહેવા માંગતો હતો કે આપણે આ ફિલ્મ બનાવી શકીએ નહીં. સૂરજે કહ્યું કે સલમાનની પ્રામાણિકતા સૌથી ખાસ વાત છે, આજે પણ તે કોઈપણ ફિલ્મ માટે મને સંપૂર્ણ ટેકો આપે છે અને આ જ કારણ છે કે અમારી પહેલી ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. ખરેખર આ ફિલ્મમાં સલમાન અને ભાગ્યશ્રીને ખૂબ પસંદ કરવામાં આવી હતી અને તે ખૂબ જ હિટ સાબિત થઈ હતી. 

  • Follow us on: