- બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્ન થયા
- લગ્નની તસવીરો સાથે સોનાક્ષી સિંહાએ પહેલીવાર પોતાની લવ સ્ટોરી પણ સંભળાવી
- અમારા પરિવાર અને અમારા ભગવાનના આશીર્વાદથી આજથી અમે બંને પતિ-પત્ની છીએ
બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના લગ્ન થઈ ગયા છે. તેમના લગ્નની પ્રથમ તસવીરો સામે આવી છે. બંને કપલે કોર્ટ મેરેજ કર્યા છે. આખો પરિવાર ખુશીની ક્ષણોમાં જોડાયો હતો. સોનાક્ષી સિંહા અને ઝહીરે આ ખુશીની પળો તેમના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જ્યાં બંને કોર્ટ મેરેજ કરતા જોવા મળે છે.
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલના રજિસ્ટર્ડ લગ્ન થોડા સમય પહેલા પૂર્ણ થયા હતા. હવે અભિનેત્રીએ પોતાના ખાસ લગ્નની તસવીરો પણ ફેન્સ સાથે શેર કરી છે. જેમાં કપલ રોયલ લુકમાં જોવા મળ્યું હતું.













