• નાના પાટેકરનું નામ અવારનવાર વિવાદો સાથે જોડાયેલું
  • નાના પાટેકર પર તનુશ્રી દત્તાએ સતામણીનો ગંભીર આરોપ લગાવ્યા હતા
  • 'મને ખબર હતી કે આ બધું જુઠ્ઠું છે તેથી મને ગુસ્સો આવ્યો નહીં: નાના પાટેકર

બોલીવુડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું નામ અવારનવાર વિવાદો સાથે જોડાયેલું રહ્યું છે. જો કે, વર્ષ 2018માં તનુશ્રી દત્તાએ તેમના પર જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવ્યો ત્યારે તેમનું નામ ખરાબ રીતે કલંકિત થયું હતું. તનુશ્રી દત્તાના કહેવા પ્રમાણે, 'હોર્ન ઓકે પ્લીઝ'ના એક ગીતના શૂટિંગ દરમિયાન નાના પાટેકરે તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ સમાચારે સર્વત્ર ખળભળાટ મચાવી દીધો હતો.

તનુશ્રીના આરોપો પર નાનાએ મૌન તોડ્યું

જોકે, હવે 6 વર્ષ બાદ નાના પાટેકરે આ સમાચારો પર પોતાનું મૌન તોડ્યું છે. હકીકતમાં એક ઇન્ટરવ્યુમાં નાના પાટેકરને અંગત અને પ્રોફેશનલ લાઈફ અંગે સવાલો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન નાના પાટેકરને તનુશ્રી દત્તા દ્વારા કરવામાં આવેલા જાતીય સતામણી અંગે પણ સવાલ કરવામાં આવ્યા હતા.મને પૂછવામાં આવ્યું કે તનુશ્રી દત્તાએ તેમના પર આરોપ લગાવ્યા ત્યારે તેઓ ગુસ્સે કેમ ન થયા હતા.

નાના પાટેકરે કહ્યું હતું કે, તેઓ શરૂઆતથી જ જાણતા હતા કે તેમના આરોપો ખોટા છે. આ જ કારણ છે કે તેને ક્યારેય ગુસ્સો આવ્યો નથી. તેમણે કહ્યું હતું કે, 'મને ખબર હતી કે આ બધું જુઠ્ઠું છે તેથી મને ગુસ્સો આવ્યો નહીં. જ્યારે આ બધું જુઠ્ઠું હતું ત્યારે મારે શા માટે ગુસ્સો કરવો જોઈએ? અને તે બધી વસ્તુઓ જૂની છે. બધાને સત્ય ખબર હતી.

ટ્રોલિંગનો નજરઅંદાજ કરૂ છું: નાના પાટેકર

નાના પાટેકરે આ ઈન્ટરવ્યુ દરમિયાન એમ પણ કહ્યું હતું કે તે સોશિયલ મીડિયાને અવગણે છે. 'હું સોશિયલ મીડિયા પરની વસ્તુઓ પર ધ્યાન નથી આપતો. કોણ શું લખે છે કે શું કહે છે તે હું નિયંત્રિત કરી શકતો નથી. હું કોઈનું મોઢું બંધ કરી શકતો નથી તેથી હું દરેકને અવગણના કરું છું. તમારે ફક્ત તમારું સત્ય જાણવાની જરૂર છે તે પૂરતું છે. બાકી લોકોનું કામ કહેવાનું છે તેઓ ચોક્કસ કંઈક કહેશે.


  • Follow us on: