• સોનુ નિગમ વિવાદોમાં ઘેરાયા

  • અયોધ્યા બેઠકને લઈને કરી હતી પોસ્ટ
  • સોનુ નિગમે બાદમાં ખુલાસો કર્યો

દેશના સૌથી લોકપ્રિય ગાયકોમાંથી એક સોનુ નિગમનું નામ હાલમાં જ વિવાદોમાં ઘેરાયેલું જોવા મળ્યું હતું. હવે જ્યારે મંગળવારે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો સામે આવ્યા ત્યારે અયોધ્યાથી ભાજપના ઉમેદવારની હારની ખૂબ ચર્ચા થઈ હતી. આ આશ્ચર્યજનક પરિણામને લઈને લોકો સોશિયલ મીડિયા પર ચર્ચા કરતા જોવા મળ્યા અને અચાનક આ ચર્ચામાં સોનુ નિગમનું નામ પણ સામે આવ્યું.

સોનુ નિગમે સમગ્ર મામલે ખુલાસો કર્યો

અયોધ્યાના ચૂંટણી પરિણામોને લઈને તેમના નામના એકાઉન્ટમાંથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરવામાં આવી હતી. આ પોસ્ટને લઈને લોકોએ સોનુ નિગમ પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ તે વાસ્તવમાં સોનુ નિગમ નહોતો! હવે સોનુ નિગમે આ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે કે, તેણે કોઈ જ પોસ્ટ કરી નથી અને તે અકાઉન્ટ પણ તેનું નથી. તેના ટ્વિટર હેન્ડલ પર 'સોનુ નિગમ સિંહ' લખેલું છે અને વર્ણન કહે છે કે તે બિહારનો ફોજદારી વકીલ છે. સોનુ નિગમે વધુમાં જણાવ્યું કે, આ જ કારણે તેણે 7 વર્ષ પહેલા ટ્વિટર મજબૂરીમાં છોડી દીધું હતું. સાથે જ તે કોઈ જ પ્રકારની રાજકીય ટિપ્પણીમાં પાડવા માંગતા નથી અને ફક્ત તેમના કામ પર ધ્યાન આપવા માંગે છે. પરંતુ આ ઘટના માત્ર મારા માટે જ નહીં પરંતુ મારા પરિવારની સુરક્ષા માટે પણ ચિંતાજનક છે.

સોનુ નિગમના નામે કોણે કરી પોસ્ટ?

સોનુ નિગમે કહ્યું કે તેના નામે સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવતો આ વ્યક્તિ છેલ્લા કેટલાક સમયથી આવી પ્રવૃતિઓ કરી રહ્યો છે અને તે અવારનવાર તેના શુભચિંતકો પાસેથી તેની પોસ્ટના સ્ક્રીનશોટ મેળવે છે. તેણે કહ્યું કે તેની ટીમે આ યુઝરનો સંપર્ક કર્યો છે અને તેને 'સોનુ નિગમ' હોવાનો ઢોંગ કરવાનું બંધ કરવા કહ્યું છે. તેમણે કહ્યું છે કે આના માટે કોઈક ઉપાય શોધી કાઢવામાં આવશે.મહત્વનું કહી શકાય કે આ સોશિયલ મીડિયા એકાઉન્ટને પીએમ મોદી અને કેટલાક મંત્રીઓના સોશિયલ મીડિયા હેન્ડલ્સ સહિત ઘણી મોટી હસ્તીઓ પણ ફોલો કરે છે.

ભાજપને અયોધ્યા સીટ પર હારને લઈને પોસ્ટ

2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને અયોધ્યા સીટ પર હારનો સામનો કરવો પડ્યો હતો. 'સોનુ નિગમ' નામના એકાઉન્ટમાંથી આ હાર પર પોસ્ટ કરવામાં આવી હતી જે ખૂબ જ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ અને લોકોએ બોલીવુડ સિંગરની ટીકા અને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. આ ટ્વીટ થોડી જ વારમાં વાયરલ થઈ ગયું. યુઝર્સે ઘણી કોમેન્ટ કરી અને તેની ઘણી ટીકા કરી હતી. પરંતુ સોનું નિગમે આ વાતનો ખુલાસો કર્યો છે કે આ એકાઉન્ટ કોઈ બોલિવૂડ સિંગરનું નથી, પરંતુ બિહારના એક વકીલનું છે અને હેન્ડલમાં તેનું પૂરું નામ સોનુ નિગમ સિંહ લખેલું છે.

  • Follow us on: