• સાઉથની ફિલ્મોનો વધી રહ્યો છે ક્રેઝ
  • સાઉથની ફિલ્મો લુક, સ્ટોરી અને પિક્ચરાઇઝેશનને લઇને આગળ
  • ફિલ્મમાં જોવા મળે છે કલાકારોનો હટકે લુક !

સાઉથની ફિલ્મોનો ક્રેઝ હવે વધી રહ્યો છે. ન માત્ર સાઉથ પરંતુ હવે તો દરેક જગ્યાએ સાઉથની ફિલ્મો જોવાય છે. સાઉથની ફિલ્મનું કન્ટેન, પિક્ચરાઇઝેશન અને ડાયલોગથી ફિલ્મો સાઉથ જ નહી પરંતુ હિંદી રિજિયનમાં પણ પસંદ કરી રહ્યા છે. જો કે સાઉથની ફિલ્મમાં જો કંઇ ખાસ કેચી હોય તો તે છે કલાકારોનો લુક. કોઇ પણ ફિલ્મનો ફર્સ્ટ લુક મહત્વનો હોય છે કારણ કે ફિલ્મના લુકથી જ દર્શકોની પસંદ અને નાપસંદગીનો ખ્યાલ આવીજાય છે. ત્યારે સાઉથ પણ લુક પર વધારે ફોકસ કરી રહ્યુ છે. લુક થકી ફર્સ્ટ સાઇટમાં જ દર્શકોના મનમાં વસી જવાનો સાઉથ ફિલ્મોનો પ્રયાસ મહંદ અંશે સફળ થયો છે. ત્યારે આવો નજર કરીએ આવા જ હટકે લુક્સ પર..

કંગુવામાં સૂર્યાનો હટકે લૂક !

સૂર્યાની ફિલ્મ 'કંગુવા' વિશે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. શિવા દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સૂર્યા એક યોદ્ધા તરીકે જોવા મળશે. જ્યારે ફિલ્મનો ફર્સ્ટ લૂક રિલીઝ થયો ત્યારે તેને ઓળખવો મુશ્કેલ બની ગયો હતો. ફિલ્મની સાથે તેનો અલગ લુક પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ ફિલ્મમાં દિશા પટણી અને બોબી દેઓલ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.


વિજય સેતુપતિને ઓળખવો મુશ્કેલ

ફિલ્મ 'જવાન' પછી વિજય સેતુપતિ તેની આગામી ફિલ્મ 'મેરી ક્રિસમસ' માટે ચર્ચામાં છે. કેટરિના કૈફ સાથેની આ ફિલ્મ 8 ડિસેમ્બરે રિલીઝ થશે. દરમિયાન, વિજયની આગામી ફિલ્મ 'મહારાજા'નો લુક હાલમાં જ રીલિઝ કરવામાં આવ્યો હતો. ખુરશી પર લોહીથી લથબથ બેઠેલા વિજયનો લુક એકદમ અલગ હતો અને તે રિલીઝ થતાની સાથે જ વાયરલ થઈ ગયો હતો.

પુષ્પામાં અલ્લનુ પાત્ર

દરેક ફેન્સ 'પુષ્પા 2'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા'માં તેનું પાત્ર ખૂબ જ અલગ હતું અને તેના લૂકની ફિલ્મ જેટલી જ ચર્ચા થઈ હતી. જ્યારે સુકુમારની આ ફિલ્મના પાર્ટ ટુમાં અલ્લુનો લુક સામે આવ્યો તો ધમાલ મચી ગઇ હતી. અલ્લુનો મેકઅપ સોશિયલ મીડિયામાં ટોકિંગ પોઇન્ટ બની ગયો હતો.


  • Follow us on: