- કોમેડી ફિલ્મ બાદ સંજય દત્ત વિલન તરીકે
- સાઉથની ફિલ્મોમાં સંજુબાબાની એન્ટ્રી
- વિજય થલાપતિની ફિલ્મમાં જોવા મળશે
બોલિવૂડમાં કોમેડી અને વિલન તરીકે સફળ પુરવાર થયેલા સંજય દત્ત હવે સાઉથની ફિલ્મમાં કામ કરી રહ્યા છે. વિજય થલાપતિની ફિલ્મ લિયોનું પોસ્ટર લૉંચ કરવામાં આવ્યું છે. જેમાં સંજુબાબાનો એક અલગ લુક જોવા મળે છે. આ ફિલ્મથી સંજય દત્તે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી લીધી છે. એક દમદાર વિલન તરીકે આવ્યા બાદ સાઉથમાંથી પણ એના કામના વખાણ થઈ રહ્યા છે. લિયોનું નવું પોસ્ટર લોકોને પસંદ પડી રહ્યું છે. આ પહેલા પણ અગ્નિપથ ફિલ્મમાં સંજય દત્તનો રોલ દમદાર જોવા મળ્યો છે. લિયો ફિલ્મની છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી.
નવા અવતારમાં સંજુબાબા
લોકેશ કનગરાજે આ ફિલ્મ ડાયરેક્ટ કરી છે. નવા પોસ્ટરમાં ફાઈટસીન જોવા મળી રહ્યો છે. જેમાં સંજુબાબા અને વિજય એકબીજા સામે લડી રહ્યા છે. ફિલ્મ મેકર્સની ટીમે ફિલ્મનું પ્રમોશન કરવાનું શરૂ કરી દીધું છે. જોરશોરથી આ ફિલ્મનું દક્ષિણ ભારતના મહાનગરમાં પ્રમોશન કરવામાં આવી રહ્યું છે. સંજય દત્તે આ પોસ્ટર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું હતું. જેના પર ફેન્સે જોરદાર પ્રતિક્રિયા આપી છે. વિજય સંજય દત્તનું ગળું પકડીને ગુસ્સો વ્યક્ત કરી રહ્યો છે. હવે આ ફિલ્મમાં વિજય અને સંજય વચ્ચે પિતા પુત્રની જોડી ખરા અર્થમાં રિલેશનશીપને લઈને છે કે પછી હીરો વિલનને લઈને એ ફિલ્મ જોયા પછી સ્પષ્ટ થશે. ફેન્સ અત્યારથી એવું માની રહ્યા છે કે, બે સુપરહિટ એક્ટર એક જ ફિલ્મમાં એટલે ફિલ્મ જોવાની મજા આવશે.
ફેન્સ માટેની કોમ્બો ફિલ્મ
તારીખ 19 ઑક્ટોબરના રોજ આ ફિલ્મ સિનેમાઘરમાં આવશે. ફેન્સ આ ફિલ્મને એક કોમ્બો ફિલ્મ માની રહ્યા છે, કારણ કે આ ફિલ્મમાં સંજય દત્ત અને વિજય બન્ને સુપરહિટ હીરો જોવા મળશે. પણ વધુ એકવખત વિલન તરીકેની ઈમેજ સંજય દત્તની જોવા મળશે. કોમેડીમાં પેટ પકડીને હસાવનાર સંજય દત્તનો નવો અવતાર આ ફિલ્મમાં જોવા મળશે. જોકે, આ ફિલ્મથી તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સંજય દત્તની એક અલગ ઈમેજ ઊભી થશે. 'લિયો'માં વિજય અને સંજય સિવાય ત્રિશા, અર્જુન, ગૌતમ વાસુદેવ મેનન, પ્રિયા આનંદ, મિસ્કીન જેવા ઘણા કલાકારો જોવા મળવાના છે. આ સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અનુરાગ કશ્યપ ફિલ્મમાં કેમિયો રોલ કરશે. 'લિયો' તમિલ, તેલુગુ, હિન્દી, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થશે.