- સુશાંત સિંહની બહેન શ્વેતાએ રિયાને આપ્યો સણસણતો જવાબ
- શ્વેતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ફેન્સ કરી રહ્યા છે કોમેન્ટ
- રિયાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન સુશાંત પર કર્યુ હતું નિવેદન
સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરીને રિયા ચક્રવર્તી પર નિશાન સાધ્યું છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂત વિશે કેટલીક એવી વાતો કહી હતી, જેના કારણે સુશાંતની બહેન પરેશાન જોવા મળી હતી. તેના જવાબમાં તેણે આ પોસ્ટ શેર કરી છે.
રિયાએ કર્યુ હતું વિવાદાસ્પદ નિવેદન
બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ હાલમાં જ કેટલાક એવા નિવેદન આપ્યા છે જેણે ફરી એકવાર સુશાંત સિંહ રાજપૂતનો વિવાદ ઉભો કર્યો છે. સુશાંત સિંહ રાજપૂતની બહેન રિયા ચક્રવર્તી દ્વારા તાજેતરના ઈન્ટરવ્યુમાં કરાયેલા નિવેદન પર ગુસ્સામાં છે.
શ્વેતાએ આપ્યો જવાબ
સુશાંતની બહેન શ્વેતાએ ઈન્સ્ટાગ્રામ પર રિયાનું નામ લીધા વગર તેને જવાબ આપ્યો છે. સુશાંતનો ફોટો શેર કરતી વખતે શ્વેતાએ રિયાને એક સવાલ પણ પૂછ્યો છે. શ્વેતાની આ પોસ્ટ પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
શ્વેતાની પોસ્ટ
શ્વેતાએ તેના ઈન્સ્ટાગ્રામ પર સુશાંતના નામે એક પોસ્ટ શેર કરી છે. કેપ્શનમાં તેણે લખ્યું હતું કે 'મને નથી ખબર કે જે વ્યક્તિ ચાલી ગઈ છે અને જે પોતાની જાતને સમજાવી શકતી નથી તેને દોષ આપવો કેટલી હદ સુધી યોગ્ય છે. મને ખબર નથી કે તમે તમારા અંતરાત્માને શું જવાબ આપશો? મારા ભાઈનું હૃદય ખૂબ જ સ્વચ્છ હતું અને તે આજે પણ લાખો લોકોના હૃદયમાં ધબકે છે. અમારે આગળ આવીને કંઈપણ કહેવાની જરૂર નથી કારણ કે લોકો સત્ય જાણે છે'.
સુશાંતની બહેન કઈ વાત પર ગુસ્સે થઈ?
તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન રિયા ચક્રવર્તીએ કહ્યું હતું કે, 'દુર્ભાગ્યે આજે પણ જો કોઈ પુરુષ સફળ થાય છે અને તે લગ્ન પછી નિષ્ફળ જાય છે તો લોકો કહેશે કે આ છોકરી જ્યારથી જીવનમાં આવી છે ત્યારથી તેનું કરિયર ખરાબ થઈ ગયું છે'. તેણે આગળ કહ્યું કે ભારતમાં પુરુષો કોઈપણ રીતે તેમની પત્ની અથવા ગર્લફ્રેન્ડની વાત સાંભળતા નથી. સુશાંત વિશે રિયા કહે છે કે તે એક નાના શહેરમાંથી આવ્યો હતો જેણે બોલિવૂડમાં મોટું નામ બનાવ્યું હતું. મતલબ કે આ એવું દિમાગ નથી કે જેને 'નિયંત્રિત' કરી શકાય. આ દુનિયામાં કોઈ કાળો જાદુ હોતો નથી!
હું તેના દિમાગમાં નહોતી રહેતી
રિયાએ સુશાંતના માનસિક સ્વાસ્થ્ય વિશે પણ વાત કરી. રિયાએ કહ્યું કે 'તેણે આવું પગલું કેમ ભર્યું તે અંગેનું સત્ય ક્યારેય જાણી ન શકી'. આ સાથે તેણે કહ્યું કે 'હું તેના દિમાગમાં નહોતી રહેતી'.