• અભિનેત્રી કુશા કપિલાનો મસમોટો ખુલાસો
  • કુશા કપિલાને કરવો પડતો ટ્રોલિંગનો સામનો
  • છૂટાછેડા લેવા પર લોકો કરતા હતા ટોર્ચર

બોલિવૂડ અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઇન્ફલુએન્સર કુશા કપિલા આ દિવસોમાં તેની ફિલ્મ થેન્ક યુ ફોર કમિંગને કારણે ચર્ચામાં છે. આ દિવસોમાં કુશા આ ફિલ્મના પ્રમોશનને લઈને ઘણા ઈન્ટરવ્યુ આપી રહી છે.આ દરમિયાન તેણે પોતાના અંગત જીવન વિશે વાત કરી છે. કુશાએ આ વર્ષે જૂનમાં જોરાવર અહલુવાલિયાથી છૂટાછેડા લીધા હતા. કુશાએ સોશિયલ મીડિયા પર આની જાહેરાત કરી હતી, જેના પછી તેને ઘણી ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો. કુશાએ આ વિશે ખુલીને વાત કરી અને કહ્યું કે આ પછી તેણે પોતાનો મોટાભાગનો સમય રડવામાં પસાર કર્યો અને તેને ખૂબ ખરાબ લાગ્યું.

મને ખૂબ હેરાન કરવામાં આવી હતી: કુશા

કુશાએ કહ્યું કે, મારા અંગત સમાચાર શેર કરવા બદલ મને ટોર્ચર કરવામાં આવી. આ પહેલીવાર હતું જ્યારે હું આવું કંઈક શેર કરી રહી હતી અને મને તેમાં 100% બુલી કરવામાં આવી હતી પરંતુ હું ખુશ છું કે મેં તેને મારી પોતાની શરતો પર શેર કર્યું. હું ઈચ્છતી ન હતી કે કોઈ બીજું આ માહિતી દુનિયાને આપે અને તે પણ મને કહ્યા વગર. તમારે ફક્ત તમારી આંખો પર પટ્ટી બાંધવી પડશે. જીવનમાં ઘણું કરવાનું છે.

6 વર્ષ પછી લગ્ન તૂટી ગયા

તમને જણાવી દઈએ કે કુશાએ 2017માં જોરાવર સાથે લગ્ન કર્યા હતા. આ પહેલા પણ બંનેએ એકબીજાને ડેટ કર્યા હતા. કુશાએ પોતાની લવ સ્ટોરીનો ખુલાસો કરતા કહ્યું હતું કે તે ઝોરાવરને પહેલીવાર તેના મિત્રના લગ્નમાં મળી હતી.

સોશિયલ મીડિયા પર લગ્ન તૂટવાની જાહેરાત કરતા કુશાએ કહ્યું હતું કે, ઝોરાવર અને મેં પરસ્પર સંમતિથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. આ બિલકુલ સરળ નિર્ણય ન હતો પરંતુ અમને લાગે છે કે જીવનના આ તબક્કે આ યોગ્ય નિર્ણય છે. છૂટાછેડા પછી કુશાનું નામ અર્જુન કપૂર સાથે પણ જોડાયું હતું, જેને તેણે ફગાવી દીધું હતું.

  • Follow us on: