• થલાપતિ વિજયથી લિયોની ધમાકેદાર કમાણી
  • જવાનના ઓપનિંગ આંકને પાછળ મૂક્યો
  • વર્લ્ડવાઈડલ 100 કરોડથી ઉપરની કમાણી

સાઉથના સુપરસ્ટાર થલાપતિ વિજયની ફિલ્મ 'લિયો' બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ઘણા સમયથી થાલપતિ વિજયની આ ફિલ્મને લઈને ચાહકોમાં અદ્ભુત ક્રેઝ હતો. ફિલ્મના એડવાન્સ બુકિંગે શાહરૂખ ખાનની 'જવાન'ને પણ પાછળ છોડી દીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે, વિજયની આ ફિલ્મ ઘણા મોટા રેકોર્ડ બનાવવા જઈ રહી છે અને કંઈક એવું જ થયું.

રેકોર્ડબ્રેક ઓપનિંગ

તારીખ 19 ઓક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મે રેકોર્ડ બ્રેક ઓપનિંગ લીધી છે. ફિલ્મે પ્રથમ દિવસે કુલ 68 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. જ્યારે વર્લ્ડવાઈડ ફિલ્મે 148.50 કરોડની કમાણી કરી હતી. વિશ્વભરમાં કોઈ કોલીવુડ ફિલ્મને આટલી મોટી ઓપનિંગ મળી નથી. પહેલા દિવસે રેકોર્ડ તોડ્યા બાદ લિયોના બીજા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે. થલપથી વિજયની ફિલ્મે તેના બીજા દિવસે 35 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. એકંદરે, ફિલ્મે માત્ર 2 દિવસમાં ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 103 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

300 કરોડ રૂપિયાની ફિલ્મ

વિજયની આ ફિલ્મ 250-300 કરોડના બજેટમાં બની છે. જે દરે ફિલ્મની કમાણી થઈ રહી છે, તે ખૂબ જ ટૂંક સમયમાં 500 કરોડના ક્લબમાં પ્રવેશવા જઈ રહી છે. આ ફિલ્મ વિજયના કરિયરની સૌથી મોટી ઓપનર પણ સાબિત થઈ છે. આ ફિલ્મનું નિર્દેશન લોકેશ કનાગરાજે કર્યું છે અને સેવન સ્ક્રીન સ્ટુડિયો દ્વારા નિર્મિત છે. 'લિયો'ના ડિજિટલ રાઇટ્સ નેટફ્લિક્સ પાસે છે. આ ફિલ્મના સેટેલાઇટ રાઇટ્સ સ્ટાર વિજય પાસે છે. લીઓ પાંચ ભાષાઓ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થઈ છે.

  • Follow us on: