ભારતના ટેલિવિઝન પર રાત્રે આવતી સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આજે પણ અનેક ઘરોમાં સબ ટિવી પર આવતા આ TMKOCશો લોકો જોઈ રહ્યા છે. દોઢ દાયકાથી ટેલિવિઝન પર આવતો આ શો અનેક વખત વિવાદમાં આવ્યો છે. TMKOC શોમાં અનેક પાત્રોએ શો છોડી દીધો છે. દરમિયાન થોડા સમય પહેલા ફરી એક વખત શોમાં ગોલીનું પાત્ર ભજવતા કુશ શાહે TMKOC શોને અલવિદા કહ્યું.


શો છોડવાને લઈને કર્યો ખુલાસો

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ગોલીનું પાત્ર ભજવતા કુશ શાહે ' શો છોડવા વિશે વાત કરી. ગોલી ઉર્ફ કુશ શાહે કહ્યું કે તેને હજુ પણ શૂટિંગના દિવસો યાદ આવે છે. કુશે જણાવ્યું કે મારા માટે અત્યારે આ નિર્ણય લેવો જરૂરી હતો. કારણ કે કંઈક અલગ કરવા માટે આ શો છોડવો જરૂરી હતો. આમ, જોવા જોઈએ તો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' નો સેટ મારા માટે બીજું ઘર હતું. પરંતુ અત્યારે હવે હું હું 27 વર્ષનો છું. અને મારી કારકિદીને લઈને અને મારા ભવિષ્યને મારે આ નિર્ણય કરવો જરૂરી હતો.

મારા માટે અદભૂત અનુભવ

કુશ શાહે કહ્યું, 'મને તારક મહેતા શો, ત્યાંના લોકો, બધું ખૂબ ગમે છે. મારા માટે એ સમય બહુ યાદગાર હતો. 'જ્યારે મેં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કરવાનું શરૂ કર્યું, ત્યારે હું પાંચમા ધોરણમાં હતો. મેં પાંચમા ધોરણની રજાઓ દરમિયાન કામ કરવાનું શરૂ કર્યું.' અમે દિલીપ સર સાથે સ્ક્રિપ્ટ લઈને બેસીને તેના પર કામ કરતા. મેં બાળપણથી જ તેમની પાસેથી શીખવાનું શરૂ કર્યું અને મને તેનો આનંદ આવ્યો. મેં ઘણું શીખ્યું,

એક પરીવારની જેમ કામ કર્યું 

આ શોમાં અમે તમામ લોકોએ એક પરીવારની જેમ કામ કર્યું છે. કોવિડ જેવા સમયમાં પણ શૂટિંગ કર્યું હતું. અમે દમણ ગયા અને ત્યાં શૂટિંગ કર્યું. એવો એક પણ દિવસ નથી ગયો જ્યારે હું સવારે ઉઠ્યો હોય અને મને ક્યાંક જવું ન પડ્યું હોય. પછી એક સમય એવો આવે છે જ્યારે તમે તેને ચૂકી જવાનું શરૂ કરો છો. અભિનેતાએ કહ્યું, ખાસ કરીને ભીડે (મંદાર) કાકા અને દિલીપ સર પાસેથી ઘણું શીખવા મળ્યું. મને અભિનય ખૂબ ગમતો હતો અને સેટ પર દરેક દિવસનો આનંદ માણતો હતો.

અભ્યાસને લઈને લીધો નિર્ણય

જણાવી દઈએ કે કુશ શાહે 2024 માં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છોડયો હતો. જેથી તે વિદેશ જઈને વધુ અભ્યાસ કરી શકે. હવે ધર્મિત શાહે શો ગોલીનું સ્થાન લઈ લીધું છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા 17 વર્ષથી ટેલિવિઝન પર ચાલી રહ્યું છે. કુશ શાહ પહેલા પણ દિશા વાકાણી, ભવ્ય ગાંધી, ગુરચરણ સિંહ, શૈલેષ લોઢા, નેહા મહેતા, જેનિફર મિસ્ત્રી અને રાજ અનડકટ જેવા ઘણા સ્ટાર્સ શોને અલવિદા કહી ચૂક્યા છે.

  • Follow us on: