- પ્રોડ્યુસર-ઓડિયન્સ જોઈ રહ્યા છે રાહ
- 5 વર્ષ બાદ પણ શોમાં દયાબેન’ને નથી કરાયા રિપ્લેસ
- 9 વર્ષ સુધી સીરિયલમાં લીડ રોલ કર્યો દિશા વાકાણીએ
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીનો સૌથી લોકપ્રિય શો છે. આ શો છેલ્લા 15 વર્ષથી ઓડિયન્સના દિલ પર રાજ કરી રહ્યો છો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ રોલ ઓડિયન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી ચૂક્યા છે. પરંતુ શોમાં જેઠાલાલ, દયાબેનનો રોલ કરનારા એક્ટર દિલિપ જોશી અને દિશા વાકાણીએ સૌથી વધારે નામના મેળવી છે.
દિશા વાકાણીએ 5 વર્ષથી છોડ્યો શો
જેઠાલાલના રોલમાં જોવા મળતા દિલિપ જોશી હજુ પણ શોનો ભાગ બની રહ્યા છે. જ્યારે દયાબેન એટલે કે દિશા વાકાણી છેલ્લા 5 વર્ષથી શો છોડી ચૂક્યા છે. દિશા વાકાણીએ 9 વર્ષ સુધી દયાબેનનો રોલ કરીને ઓડિયન્સના દિલ પર રાજ કર્યું છે. ભલે તે 5 વર્ષથી ટીવી પર ન આવ્યા હોય પણ છતાં ઓડિયન્સ તેમને ભૂલી શકી નથી, કદાચ આ જ કારણ છે કે 5 વર્ષમાં શોમાં દયાબેનને રિપ્લેસ કરાયા નથી. શોના પ્રોડ્યુસરથી લઈને ઓડિયન્સ સુધી આજે પણ દિશાના દયાબેન બનીને પરત આવવાની રાહ જોવાઈ રહી છે.
37 કરોડ રૂપિયાની માલકિન
દિશા વાકાણી ભલે વર્ષોથી ટીવીથી દૂર છે પણ આજે પણ આ એક્ટ્રેસ ટીવીની સૌથી સફળ એક્ટ્રેસના લિસ્ટમાં છે. સાથે જ દિશા કરોડો રૂપિયાની માલકિન પણ છે. 9 વર્ષ સુધી લીડ રોલ કરનારી દિશા વાકાણી ટીવીની સૌથી મોંઘી એક્ટ્રેસમાં સામેલ છે. મીડિયા રિપોર્ટસના આધારે શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ એપિસોડને માટે દિશા અંદાજે દોઢ લાખ રૂપિયા ચાર્જ કરતી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર દયાબેન લગભગ 37 કરોડ રૂપિયાની સંપત્તિની માલકિન છે.
2015માં કર્યા હતા લગ્ન
દિશા વાકાણીએ વર્ષ 2015માં મયુર પાડિયા સાથે લગ્ન કર્યા હતા. 2017માં દિશાએ મેટરનીટી લીવ લીધી આ પછી તેઓએ આજ સુધી શોમાં ફરી એન્ટ્રી લીધી નથી. દિશાએ 2017માં એક દીકરીને જન્મ આપ્યો હતો અને ગયા વર્ષે તે ફરીથી એક દીકરાની માતા બની છે.