તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. સોશિયલ મીડિયા પર આ શોના ફેન ફોલોઈંગની ખૂબ મોટી સંખ્યા છે. ફેન્સ દરેક પાત્રને ખૂબ પસંદ કરે છે.


જેઠાલાલ-દયાભાભીની જોડી હોય કે ટપ્પુ સેનાનું તોફાન હોય કે આત્મારામ ભીડેની પોતાને એકમાત્ર સેક્રેટરી ગણાવવાની સ્ટાઈલ હોય. આ સિવાય બીજું એક કપલ છે, જે ફેન્સનું પ્રિય છે, તો તે બીજું કોઈ નહીં પણ બબીતા​​જી અને અય્યર છે. તનુજ મહાશબ્દે શરૂઆતથી જ શોનો હિસ્સો છે. હાલમાં તેને તેના પાત્ર વિશે વાત કરી.

તનુજ મહાશબ્દેને પોતાના જૂના દિવસો આવ્યા યાદ

તનુજ મહાશબ્દેએ મીડિયા સાથેની વાતચીતમાં દિવાળીની પોતાની જૂની યાદો શેર કરી. તેને કહ્યું, “દરેકનું બાળપણ સરખું હોતું નથી. મેં ઘણો સંઘર્ષ કર્યો છે, જ્યારે મારી પાસે પૈસા ન હતા ત્યારે હું ફટાકડાનો સ્ટોલ લગાવતો હતો. મેં એક પુસ્તકાલય પણ ચલાવ્યું છે. એક તે સમય હતો અને એક આજે છે. મને ફટાકડા ફોડવાનો શોખ છે, પણ આજે મારી પાસે સમય નથી.”

તનુજે કેમ કહ્યું કે મારી જિંદગી પોપટલાલ જેવી છે?

પોતાની પોપ્યુલારિટી વિશે વાત કરતાં તનુજે કહ્યું કે ફેન્સ તેને તેની પત્ની, બાળકો અને જેઠાલાલ સાથેના સંબંધો વિશે પૂછે છે, પરંતુ રિયલ લાઈમાં તેનું જીવન પોપટલાલ જેવું છે. એક્ટરે કહ્યું કે મેં હજી લગ્ન નથી કર્યા, પરંતુ જ્યારે પણ હું જાહેર સ્થળોએ જઉં છું ત્યારે લોકો મને ખૂબ પ્રેમથી મળે છે અને મને આશીર્વાદ આપે છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ભાગ બનવા પર તનુજે શું કહ્યું?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ભાગ બનવા પર તનુજે કહ્યું, “જ્યારે મેં આ પાત્ર ભજવવાનું શરૂ કર્યું ત્યારે મને શરૂઆતમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. મેં ખરેખર સખત મહેનત કરી. મેં દક્ષિણ બાજુના ઘણા લોકોને જોયા. આ સિવાય અસિત ભાઈ અને સેટ પર હાજર સિનિયર કલાકારોએ મને ઘણી મદદ કરી. હું હંમેશા વિદ્યાર્થી રહેવા માંગુ છું અને દરેક પાસેથી શીખતો રહેવા માંગુ છું. હું હંમેશા વડીલોને માન આપું છું અને નાનાઓ સાથે પ્રેમથી વાત કરું છું.”


  • Follow us on: