- અક્ષય કુમારના બીજા લગ્ન બાબતે ટ્વિંકલ ખન્નાએ એક ઇન્ટરવ્યુમાં કર્યો ખુલાસો
- ટ્વિંકલ ખન્નાએ વેકેશન સાથે જોડાયેલી એક કિસ્સો શેર કર્યો.
- તમારી બીજી પત્નીને મારી હેન્ડબેગ સાથે જોઈશ તો બન્નેને હેરાન કરીશ
અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના બોલિવૂડના સૌથી ક્યૂટ કપલ્સમાંથી એક છે. બન્નેએ વર્ષ 2001માં લગ્ન કર્યા હતા. હવે તાજેતરમાં અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તેણે અક્ષય કુમારને ફરીથી લગ્ન ન કરવાની ચેતવણી આપી હતી.
ટ્વિંકલ ખન્નાએ અક્ષય કુમારને બીજા લગ્ન અંગે શું સલાહ આપી?
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની નવી કોલમમાં ટ્વિંકલે તેના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા મોટા ખુલાસા કર્યા છે. અભિનેત્રીએ જણાવ્યું કે, તે અક્ષય કુમારના બીજા લગ્નને લઈને શું સલાહ આપે છે. આ સિવાય તેણે તેના લેટેસ્ટ વેકેશન સાથે જોડાયેલી એક કિસ્સો શેર કર્યો.
એકનું મૃત્યુ થઈ ગયું છે, તો બીજું ઝેરી ઘાસ ખાઈને મરી જાય
ટ્વિંકલ ખન્નાએ કહ્યું, આજે જ્યારે હું કેમ્પમાંથી પાછી આવી રહી હતી, ત્યારે ગાઈડે પક્ષીઓની જોડી તરફ ઈશારો કર્યો, જેઓ એકબીજા પ્રત્યે સમર્પિત છે. તેઓ એટલા સમર્પિત છે કે એકનું મૃત્યુ થઈ ગયું છે, તો બીજું ઝેરી ઘાસ ખાઈને મરી જાય છે. આ પછી અભિનેત્રીએ તેના પતિ અક્ષય કુમારને પણ આવી જ સલાહ આપી હતી.
જો હું મરી જઈશ તો તું ઝેર ખાઈશ
ટ્વિંકલ ખન્નાએ અક્ષયને કહ્યું કે, ઠીક સાંભળો, જો હું પહેલા મરી જાઉં તો સારું રહેશે કે તમે પણ ઝેરી ઘાસ ખાઈ લેજો. જો હું તમારી બીજી પત્નીને મારી હેન્ડબેગ સાથે જોઈશ તો હું વચન આપું છું કે હું આવીને તમને બન્નેને હેરાન કરીશ. આ સાંભળીને અક્ષયે જવાબ આપ્યો કે, હું અત્યારે તે ઝેરી ઘાસ ખાવા માંગુ છું, પછી ઓછામાં ઓછું મારે આ બધી બકવાસ સાંભળવી નહીં પડે.
અક્ષય કુમારની ફિલ્મ ખેલ ખેલ મેં 15 ઓગસ્ટે થશે રિલીઝ
અક્ષય કુમારના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તે ફિલ્મ સરફિરામાં જોવા મળ્યો હતો. જોકે, ફિલ્મને બહુ રિસ્પોન્સ મળ્યો નહોતો. હવે અભિનેતાની આગામી ફિલ્મ 'ખેલ ખેલ મેં' 15 ઓગસ્ટે સિનેમા ઘરોમાં રિલીઝ થશે. હાલમાં અક્ષય ફિલ્મના પ્રમોશનમાં જોરશોરથી વ્યસ્ત છે. આ સિવાય અક્ષય આ વર્ષે હેરા ફેરી 3, વેલકમ ટુ ધ જંગલ અને હાઉસફુલ 5માં પણ જોવા મળશે.