- ટ્વિંકલ ઈચ્છે છે કે તેના બાળકો આરવ અને નિતારા ભાગીને લગ્ન કરે
- હું અને મારા પતિ ભાગ્યે જ રાત્રે 10 વાગ્યા સુધી જાગીએ છીએ
- અમારે 20 લોકો માટે ડિનર પાર્ટીનું આયોજન કરવું હોય તો પણ ચિંતા
બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની પત્ની ટ્વિંકલ ખન્ના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવામાં શરમાતી નથી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હાલની પ્રી-વેડિંગ પાર્ટી બાદ ટ્વિંકલ ઈચ્છે છે કે તેના બાળકો આરવ અને નિતારા ભાગીને લગ્ન કરે. જેથી તેમને આ બધી ધામધૂમ ન કરવી પડે. તેણે પોતે એક કોલમમાં આ ઈચ્છા વ્યક્ત કરી છે. ટ્વિંકલ ખન્નાએ એક કોલમ લખી છે જેમાં તેણે લખ્યું હતું કે, 'મારી બહેને મારા વિચારોમાં વિક્ષેપ પાડ્યો.
ભાગી જાઓ અને લગ્ન કરો
ટ્વિંકલે આગળ લખ્યું હતું કે, 'મેં જ્યારે મહામારી દરમિયાન તમ્મા તમ્મા લોગે ગીત પર ડાન્સ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મને લાગે છે કે ભગવાન પણ નહોતા ઈચ્છતા કે હું ડાન્સ કરું કારણ કે હું તરત જ પડી ગઈ અને મારા પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. હું અને મારા પતિ ભાગ્યે જ રાત્રે 10 વાગ્યા સુધી જાગીએ છીએ. જ્યારે પણ અમારે 20 લોકો માટે ડિનર પાર્ટીનું આયોજન કરવું હોય ત્યારે અમને ચિંતા થાય છે. જો મારા બાળકો ખરેખર ખુશ રહેવા માંગતા હોય તો તેમના માટે સૌથી સારી બાબત એ છે કે તેઓ ભાગી જાય.
અક્ષયની મજાક ઉડાવી
ટ્વિંકલે પોતાની કોલમમાં પતિ અક્ષયની પણ મજાક ઉડાવી છે. અક્ષયે જામનગરમાં પ્રી-વેડિંગ પાર્ટીમાં પરફોર્મ કર્યું હતું જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. ટ્વિંકલે લખ્યું હતું કે, 'તે પરફોર્મ કરતી વખતે આ જ સ્ટેપ 33 વાર રિપીટ કરી રહ્યો હતો. દરેક વખતે તે એવી તાકાતથી પગ મૂકતો હતો કે જાણે તે જમીનમાં બીજો તેલનો કૂવો ખોદવાનો હોય.
તમને જણાવી દઈએ કે ટ્વિંકલ ખન્ના અને અક્ષય કુમારે વર્ષ 2001માં લગ્ન કર્યા હતા. આ દંપતીને બે બાળકો છે એક પુત્ર આરવ અને પુત્રી નિતારા. ટ્વિંકલ અવારનવાર પોતાના બાળકો સાથે મસ્તી કરતા ફોટા શેર કરતી રહે છે.