- જો હું આજે અહીં છું, તો હું કોઈપણ નેપોટિઝમ વિના છું: વિદ્યા બાલન
- જો આવું હોત તો આજે સફળ પિતાનો દરેક પુત્ર સફળ બન્યા હોત
- ભૂતકાળના સંબંધો અને હાર્ટબ્રેક પર અભિનેત્રીએ આપી પ્રતિક્રિયા
પ્રખ્યાત અભિનેત્રી વિદ્યા બાલન જ્યારે પણ પડદા પર આવે છે ત્યારે તે પોતાની એક્ટિંગથી લોકોના દિલ જીતી લે છે. આ દિવસોમાં વિદ્યા પોતાની આગામી ફિલ્મ 'દો ઔર દો પ્યાર મેં'ને લઈને ચર્ચામાં છે. ત્યાર બાદ હવે અભિનેત્રીએ બોલીવુડમાં નેપોટિઝમને લઈને ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.
વિદ્યા બાલનનું નેપોટિઝમ પર નિવેદન
હકીકતમાં એક ઇન્ટરવ્યુમાં વિદ્યા બાલનને નેપોટિઝમ અંગે પૂછવામાં આવ્યું હતું. ત્યારે તેના પર અભિનેત્રીએ કહ્યું હતું કે, કે મને ખબર નથી કે આનો શું જવાબ આપવો. જો હું આજે અહીં છું, તો હું કોઈપણ નેપોટિઝમ વિના છું. વિદ્યાએ વધુમાં કહ્યું કે ઈન્ડસ્ટ્રી કોઈના બાપાની નથી જો આવું હોત તો આજે સફળ પિતાનો દરેક પુત્ર સફળ બન્યા હોત.
ભૂતકાળના સંબંધો અને હાર્ટબ્રેક પર અભિનેત્રીએ પ્રતિક્રિયા આપી
વિદ્યા બાલને વધુમાં કહ્યું કે ઘણી વખત મને લાગે છે કે જો કોઈએ મને સપોર્ટ કર્યો હોત તો કદાચ આજે લોકો થોડા વધુ દયાળુ હોત પરંતુ હું મારું કામ જાતે કરવામાં માનું છું, જો કે સત્ય એ છે કે તેનાથી કોઈને કોઈ ફરક પડતો નથી. એટલું જ નહીં, આ દરમિયાન અભિનેત્રીએ તેના ભૂતકાળના સંબંધો અને હાર્ટબ્રેક વિશે પણ વાત કરી હતી.
પોતાના ભૂતકાળના સંબંધો વિશે વિદ્યા બાલને કહ્યું હતું કે મારા પહેલા સંબંધમાં મને છેતરવામાં આવી હતી. હું જે વ્યક્તિને ડેટ કરી રહ્યી હતી તે મારી લાગણીઓને સમજી શક્યો નહીં અને મારી સાથે છેતરપિંડી કરી અને તે ખૂબ જ ખરાબ હતું. જો કે, વિદ્યાએ ક્યારેય કોઈના પર નિર્ભર નથી રહી અને હંમેશા પોતાના કામના આધારે લોકોના દિલમાં જગ્યા બનાવી છે.
વિદ્યા બાલનનું વર્ક ફ્રન્ટ
આ સિવાય અભિનેત્રીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં વિદ્યા ફિલ્મ 'દો ઔર દો પ્યાર મેં'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ પણ ટૂંક સમયમાં રિલીઝ થશે. આ સિવાય વિદ્યા આગામી ફિલ્મ 'ભૂલ ભલૈયા 3' માટે પણ ચર્ચામાં છે.