એક્ટ્રેસ અનન્યા પાંડે 30મી ઓક્ટોબરે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. અનન્યાએ ખૂબ જ નાની ઉંમરમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ બનાવી છે. અનન્યા તેની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં છે.
એક્ટ્રેસનું આ વર્ષે એક્ટર આદિત્ય રોય કપૂર સાથે બ્રેકઅપ થયું હતું. આદિત્ય સાથેના બ્રેકઅપ બાદ અનન્યાનું નામ વોકર બ્લેન્કો સાથે જોડાવા લાગ્યું.
અનન્યા અને વોકરે સંબંધની કરી પુષ્ટિ!
અનન્યાના જન્મદિવસ પર, એવું લાગે છે કે વોકર બ્લેન્કોએ એક્ટ્રેસ સાથેના તેના સંબંધોને ઓફિશિયલ કરી દીધા છે. વોકર બ્લેન્કોએ અનન્યાને ખાસ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. ઈન્સ્ટા સ્ટોરી પર અનન્યાનો સુંદર ફોટો પોસ્ટ કરતા તેને લખ્યું છે કે હેપ્પી બર્થડે બ્યુટીફુલ. તમે ખૂબ જ ખાસ છો. હું તને પ્રેમ કરું છું એની. વોકરની આ પોસ્ટ પછી અનન્યાના પ્રેમ પ્રકરણના સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાવા લાગ્યા અને ફેન્સનું કહેવું છે કે તેણે આ સંબંધને ઈન્સ્ટા પર ઓફિશિયલ કરી દીધો છે.

રિપોર્ટ્સ મુજબ અનન્યા અને વોકરની મુલાકાત અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં થઈ હતી. બંને વચ્ચે સારી મિત્રતા હતી અને બંને હાલમાં એકબીજા સાથે સારો સમય વિતાવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે અનન્યા અને વોકરે તેમના સંબંધો વિશે કોઈ સીધી કોમેન્ટ કરી નથી.
આ ફિલ્મોમાં જોવા મળી હતી અનન્યા પાંડે
અનન્યા પાંડેના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, તેણે 2019 માં સ્ટુડન્ટ ઓફ ધ યર 2 સાથે તેની શરૂઆત કરી હતી. આ પછી તે પતિ પત્ની ઔર વોમાં જોવા મળી હતી. તેણે ખાલી પીલી, ગહરિયાં, લાઈગર, ડ્રીમ ગર્લ 2, ખો ગયે હમ કહાં, સીટીઆરએલ જેવી ફિલ્મો કરી છે. તે કોલ મી બેમાં જોવા મળી હતી. અનન્યા ધીરે ધીરે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવી રહી છે. તેણે વેબ સિરીઝ ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલીવુડ વાઈવ્સમાં પણ ગેસ્ટની ભૂમિકા ભજવી હતી.