જાહ્નવી કપૂરના અદ્ભુત કાર કલેક્શનમાં વધુ એક લક્ઝરી કારનો ઉમેરો થયો છે. આ કાર અનન્યા બિરલાએ જાહ્નવીને ભેટમાં આપી છે. અનન્યા બિરલા દેશની સૌથી ધનિક છોકરીઓમાંની એક છે અને તે જાહ્નવીની સારી મિત્ર પણ છે. અનન્યાની કુલ સંપત્તિ 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ લક્ઝરિયસ અને ક્લાસી કાર છે. જાણો આ કાર વિશેની પુરી ડિટેઈલ્સ
4.9 કરોડની કિંમતની લેમ્બોર્ગિની
આ કાર શક્તિશાળી 5.2-લિટર V10 એન્જિનથી સજ્જ છે. આ એન્જિન 640 CV (470 kW) પાવર ઉત્પન્ન કરે છે અને 8,000 rpm ની ઝડપે કાર્ય કરે છે. આ સુપરકાર માત્ર 3.1 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે. તેની ટોપ સ્પીડ 325 કિલોમીટર પ્રતિ કલાક છે, જે તેને સુપરકાર શ્રેણીમાં મૂકે છે.
ડિઝાઈન અને ઈન્ટિરીયર
આ કારનો અનોખો લીલાક (જાંબલી) રંગ બહુ ઓછી કારમાં જોવા મળે છે. આ એક એવી કાર છે જેમાં એરોડાયનેમિક બોડી છે અને તેની ડિઝાઇન સ્પોર્ટ્સ કાર જેવી છે. આ કારના ઇન્ટિરિયર વિશે વાત કરીએ તો, તેમાં ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, સ્પોર્ટી બકેટ સીટ્સ, ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, પ્રિમિયમ લેધક ફિનીશ ડ્રાઈવ મોડ છે.
જાહ્નવીના ગેરેજમાં ઘણી બધી લક્ઝુરિયસ કાર પાર્ક કરેલી છે.
જાહ્નવી પાસે ઘણી લક્ઝરી કારનો સંગ્રહ છે. જેમાં 2.5 કરોડ રૂપિયાની ટોયોટા લેક્સસ અને 1.62 કરોડ રૂપિયાની મર્સિડીઝ બેન્ઝ એ-ક્લાસનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, Mercedes GLE250D (રૂ. 67.15 લાખ), BMW X5 (રૂ. 95.9 લાખ)નો સમાવેશ થાય છે.