- હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાની ઉડી અફવા
- ભારતની જીત બાદ નતાશા-હાર્દિકના સંબંધોમાં તિરાડના સમાચારને વેગ મળ્યો
- નતાશાએ પતિ હાર્દિકના સપોર્ટમાં એક પણ પોસ્ટ ન કરતા ફેલાઈ અફવા
ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાના સમાચાર ચર્ચામાં આવ્યા હતા. જ્યારે અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પરથી તેના લગ્ન અને ક્રિકેટર સાથેની તસવીરો હટાવી દીધી હતી ત્યારે છૂટાછેડાના સમાચારે જોર પકડ્યું હતું. જો કે, ત્યાર બાદ અભિનેત્રીએ તેના ઈન્ટાગ્રામ પર ફરી ફોટો અપડેટ કર્યા હતા અને ફેન્સને લાગ્યું હતું કે, બંને વચ્ચે બધું જ બરાબર થઈ ગયું છે. ભારતની જીત બાદ ફરી એકવાર નતાશા અને હાર્દિકના સંબંધોમાં તિરાડના સમાચારને વેગ આપ્યો છે.
ભારત જીત્યા બાદ નતાશાએ પોસ્ટ ન કરતા અફવા ફેલાઈ
ભારત જીત્યા બાદ હાર્દિકના ચહેરા પર ખુશીના આંસુ હતા અને મેદાનમાં ધ્રુસકે-ધ્રુસકે રડી રહ્યો હતો પરંતુ પતિની આ જીત પર નતાશા સ્ટેનકોવિકનું દિલ ન પીગળ્યુ અને હાર્દિક પંડ્યાને સપોર્ટ નહોયો કર્યો. નતાશા સ્ટેનકોવિકનું મૌન અને હાર્દિક પંડ્યાના શાનદાર પ્રદર્શને ફરી એકવાર સંબંધોમાં તિરાડના સમાચારને વેગ આપ્યો છે.
વર્લ્ડ કપમાં હાર્દિક પાંડ્યાનો સપોર્ટ ન કર્યો
હકીકતમાં અભિનેત્રી અને મોડલ નતાશા સ્ટેનકોવિકે હજુ સુધી ઈન્સ્ટાગ્રામ પર T20 વર્લ્ડ કપ 2024માં ભારતની જીત અને તેના પતિ હાર્દિક પંડ્યા માટે કોઈ પ્રતિક્રિયા આપી નથી જે બાદ ફરી એકવાર લોકો નતાશાને ટ્રોલ કરી રહ્યા છે અને હાર્દિક સાથે આવું ન કરવાની સલાહ આપી રહ્યા છે. યુઝર્સે પણ નતાની કોઈપણ પોસ્ટ તેના પર પ્રતિક્રિયા આપતા હાર્દિક સાથે રહેવાની અને સુખી જીવન જીવવાનું કહે છે.
આ સિવાય વિરાટ કોહલીની પત્ની અને અનુષ્કા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર ટીમ ઈન્ડિયાને અભિનંદન આપતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. આ કારણે સોશિયલ મીડિયા પર યુઝર્સ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે કે નતાશા સ્ટેનકોવિકે પોસ્ટ શા માટે શેર ન કરી. તમને જણાવી દઈએ કે, નતાશા અને હાર્દિકે વર્ષ 2020માં લગ્ન કર્યા હતા. તેમને 3 વર્ષનો પુત્ર અગસ્ત્ય પંડ્યા છે. ત્યાર બાદ IPLમાં હાર્દિક પંડ્યાના પ્રદર્શનને લઈને અભિનેત્રીને પણ ઘણી ટ્રોલ કરવામાં આવી હતી.