બોલિવુડના ઘણા અભિનેતા એવા છે જેમને પોતાનો પહેલો પ્રેમ મળ્યો નથી. બોલીવુડના બીગ બી એવા સેલિબ્રિટીઓમાંના એક છે જેમને પોતાનો પહેલો પ્રેમ મળ્યો નથી. અમિતાભ બચ્ચને અમુક કારણોસર રેખાની જગ્યાએ જયા બચ્ચન સાથે લગ્ન કરી લીધા. ત્યારે લોકોને એવું લાગતું હતું કે રેખા અમિતાભ બચ્ચનનો પ્રથમ પ્રેમ છે. પરંતું હાલમાં જ હનીફ ઝવેરીએ આ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો છે. હનીફે ખુલાસો કર્યો છે કે રેખા પહેલા પણ અમિતાભ બચ્ચન કોઈ યુવતીને પોતાની દિલ દઈ બેઠા હતા. જાણો આખરે એ યુવતી કોણ હતી.
બ્રિટીશ એરવેઝમાં કામ કરતી યુવતી સાથે અમિતાભને હતો પ્રેમ
હનીફ ઝવેરીએ મેરી સહેલી પોડકાસ્ટમાં વાત કરતા કહ્યું કે પોતાના જવાનીના દિવસોમાં અમિતાભ બચ્ચન કોલકાતાની એક કંપનીમાં કામ કરતા હતા. તે વખતે અમિતાભ બચ્ચનને 250-300 રૂપિયા પગાર તરીકે મળતા હતા. અમિતાભ બચ્ચનની ઓફિસમાં માયા નામની એક યુવતી હતી, જે બ્રિટિશ એરવેઝમાં કામ કરતી હતી. અમિતાભ બચ્ચન મનોમન આ યુવતીને ખુબ પસંદ કરતા હતા. સમય જતા અમિતાભ બચ્ચને આ યુવતી સાથે મિત્રતા કરી લીધી.
અમિતાભ આ યુવતીને ડેટ કરતા હતા
થોડા સમયમાં જ અમિતાભ બચ્ચન અને માયાએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધુ હતું. આ દરમિયાન અમિતાભ બચ્ચને એક્ટર બનવાનો નિર્ણય લીધો. તે વખતે અમિતાભ બચ્ચન જૂહુના એક બંગલામાં રહેતા હતા. માયા અવારનવાર અમિતાભ બચ્ચનને મળવા માટે ત્યાં આવતી હતી. જો કે અમિતાભ બચ્ચને માતાથી આ વાત છૂપાવવી પડતી હતી.
અમિતાભ બચ્ચન એ વાતથી ડરતા હતા કે તેમના માતા ક્યાંક જોઈ ન જાય. કારણ કે જ્યાં તેઓ રહેતા હતા તે તેજી બચ્ચનના સખીનું ઘર હતું. માતાથી બચવા માટે અમિતાભ બચ્ચને જલદી એ બંગલો છોડી દીધો. તે સમયે અમિતાભ બચ્ચન સાત હિન્દુસ્તાની ફિલ્મનુ શુટિંગ કરતા હતા. માયાની મદદથી અમિતાભ બચ્ચનને મહેમૂદના ઘરમાં જગ્યા મળી. જો કે માયા અને અમિતાભ બચ્ચનનો સંબંધ આગળ વધી શક્યો નહીં.
તે વખતે અમિતાભ બચ્ચન ખુબ શરમાળ સ્વભાવના હતા અને માયા ખુબ બોલ્ડ હતી. તે અવારનવાર અમિતાભ બચ્ચનની મજાક કરતી હતી અને ફ્લર્ટ કરતી હતી. જો કે અમિતાભ બચ્ચન ક્યારેય માયા સાથે પોતાના મનની પેટછૂટી વાત કરી શક્યા નહીં.