યુવિકા ચૌધરી ટીવી જગતની જાણીતી અભિનેત્રી છે. તેણે પોતાના અભિનયથી અલગ ચાહક વર્ગ ઉભો કર્યો છે. તેણે ટીવી સીરિયલની સાથે ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. હાલ તે અભિનય ક્ષેત્રથી દૂર છે. અને સોશિયલ મીડિયા પર પોતાની પ્રવૃત્તિઓ અપલોડ કરે છે. હાલ તેણે ઇન્ટરવ્યુમાં પોતાના જીવન વિશે વાત કરી હતી. જે બાદ આ ઇન્ટરવ્યુ ચર્ચાનો વિષય બન્યો છે. યુવિકાએ જણાવ્યુ હતુ કે, તે ભવિષ્યમાં સાધ્વી બનશે.
અભિનયને છોડીને યૂટ્યૂબર બની છે યુવિકા
આ વ્લોગીંગની દુનિયામાં યુવિકાની સાથે તેના પતિ પ્રિન્સ નરુલા પણ સાથ આપે છે. આ બન્ને કપલ યૂટ્યૂબ પર પોતાની વાયટી ચેનલ ચલાવે છે. યુવિકા ચૌધરીએ થોડા સમય પહેલા જ પુત્રીને જન્મ આપ્યો છે. અને તેની સારસંભાળ લેવામાં તે વ્યસ્ત છે. યુવિકાએ જણાવ્યુ હતુ કે, તે ભવિષ્યમાં સાધ્વી બનશે. તેણે કહ્યુ હતુ કે તે અભિનય જગતને અલવિદા કરીને સાધ્વી બનશે અને સંન્યાસનો માર્ગ પસંદ કરશે. ફેન્સને આ માહિતી મળ્યા બાદ તેઓ સોશિયલ મીડિયા પર કમેન્ટ કરી રહ્યા છે.
પોડકાસ્ટમાં શું કહ્યુ યુવિકાએ?
યુવિકાએ પારસ છાબડા સાથે પોડકાસ્ટ કર્યો હતો. જેમાં પારસે યુવિકાને તેની કુંડલી વિશે પૂછ્યુ હતુ. પારસે પૂછ્યુ હતુ કે, શું તમે જલદી જ સંત બનવાનો છે.? તમારી કુંડલીમાં સાધ્વીના યોગ દેખાઇ રહ્યા છે. આ પ્રશ્નના જવાબમાં યુવિકાએ જણાવ્યુ હતુ કે, જલદી તો નહી પરંતુ ભવિષ્યમાં એક એવો સમય આવશે જ્યારે તે પોતાનું જીવન ઇશ્વર અને લોકોની સેવામાં લગાવશે. યુવિકાએ વધુમાં કહ્યુ હતુ કે, તે હાલ પોતાના માટે ધાર્મિક છે. ભવિષ્યમાં બધી મોહમાયા છોડીને તેઓ સેવાભાવમાં વિલીન થશે. માતા બન્યા બાદ તેમનું જીવન બદલાયુ છે. અને તેઓ સંબંધોને વધુ મહત્ત્વ આપે છે. લગ્ન જીવન તમને ઘણુ બધુ શિખવે છે. તેથી ઇશ્વરની સેવા એ ઉચ્ચ સેવા છે.
યુવિકા ચૌધરીનો અભિનય પ્રવાસ
યુવિકાએ રિયાલીટી શોથી પોતાનો અભિનય પ્રવાસ શરુ કર્યો હતો. બાદમાં તેણે શાહરુખ ખાન અને દિપીકાની ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં પણ નાની ભૂમિકા ભજવી હતી. અને બાદમાં ટીવી જગતમાં પદાર્પણ કર્યુ હતુ. આ ઉપરાંત તેણે અન્ય રિયાલીટી શો નચ બલીએમાં ભાગ લઇ વિજેતા પણ બની હતી.