બોલીવુડ માટે આ વર્ષ બહુ સારું રહ્યું. વર્ષના આરંભમાં છાવા ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. ત્યારબાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતાની સિકવલ ફિલ્મોએ પણ નોંધપાત્ર પ્રદર્શન કર્યું. અક્ષય, અજય અને મનોજ બાજપેયીની ફિલ્મો દર્શકોને ખૂબ પસંદ આવી. ફિલ્મો અને વેબ સિરીઝ દર્શકોને આકર્ષી રહ્યા છે. છાવા અને ધુરંધર જેવી ફિલ્મો દર્શકોને થિયેટર સુધી લઈ આવી. સલમાન અને અમિતાભના રિયાલિટી શો પણ ટીવી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ લોકપ્રિય રહ્યા. જો કે ટેલિવિઝનમાં આ TV Serialની બોલબાલા જોવા મળી.
ટેલિવિઝનમાં આ TV Serial સૌથી વધુ લોકપ્રિય
1. અનુપમા (Anupamaa) : આ સિરિયલની શરૂઆત પતિના અત્યાર અને કડક વલણથી થઈ હતી. આ સિરિયલ પરિવાર, લાગણી અને મહિલા સશક્તિકરણ પર આધારિત છે. લાંબા સમયથી અનુપમા લોકોની લોકપ્રિય સિરિયલ બની છે. આ સિરિયલ 2025માં પણ નંબર 1ના સ્થાન પર છે.
2. ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2 : ટીવી ઇન્ડસ્ટ્રીમાં સાસ, બહુ અને સાઝિશ સીરિયલમાં આ 'ક્યુંકી સાસ ભી કભી બહુ થી' ટીવી શૌ સૌથી વધુ લોકપ્રિય રહ્યો છે. દિગ્ગજ રાજકીય નેતા સ્મૃતિ ઇરાનીએ ફરી ક્યુંકી સાસ ભી કભી બહુ થી 2 શોથી પુનરાગમન કર્યું. આ શો શરૂઆતમાં ટોચ પર હતો અને અનુપમાને પછાડી અત્યારે બીજા નંબર પર છે.
3. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા : વર્ષોથી સબ ટીવી ચેનલ પર આવતો આ શો લોકોના ફેમીલી મેમ્બર જેવો બની ગયો છે. આ શો હાસ્ય અને સામાજિક સંદેશો આપતો હોવાથી આજે પણ લોકોનો ફેવરિટ છે. આ શોના જેઠાલાલ, દયા, બબીતા, ચંપક ચાચા અને ટપુ સહિતના તમામ પાત્રો ઘેર ઘેર જાણીતા થયા છે.
4. સેલિબ્રિટી માસ્ટરશેફ : કોમેડી કિંગ ભારતી સિંહનો માસ્ટર શેફ તેની પ્રથમ સિઝનમાં ખૂબ લોકપ્રિય થયો. આ શોમાં સેલિબ્રિટીઓ વચ્ચે રસોઈની સ્પર્ધા થાય છે. રસોઈ બનાવવા માટે થતા ઝગડા અને કોમેડીએ દર્શકોનું દિલ જીત્યું છે.
5. તુમ સે તુમ તક : નવી પ્રેમકથા આધારિત સીરિયલ છે. બાહુબલીમાં જેનો ધારદાર અવાજ લોકોને બહુ પસંદ આવ્યો હતો તે શરદ કેલકર અને નિહારિકા ચોક્સીના નવા શો તુમ સે તુમ તકે તેના નવા ખ્યાલ અને આકર્ષક વાર્તા સાથે દર્શકોનું ધ્યાન ખેંચ્યું છે.
આ પણ વાંચો : Flash back 2025: વર્ષ 2025માં ટીવી ઈન્ડસ્ટ્રીના આ જાણીતા ચહેરાએ આપ્યા શોકિંગ ન્યૂઝ, 15 વર્ષ તો કોઈ 9 વર્ષે અલગ થયા આ કપલ