વર્ષ 2025માં દુનિયા ભરમાં હવામાન અને ભૂકંપની ઘટનાઓએ વિનાશક વળાંક લીધો. તીવ્ર ગરમીના મોજાએ શહેરોને બાળી નાખ્યા,ભારે વરસાદ અને પૂરના કારણે ભૂસ્ખલન થયું અને નદી કિનારાના વિસ્તારો તબાહ થયા, જ્યારે ઘણા મોટા ભૂકંપોને કારણે જાનમાલનું નુકસાન થયું. કોઈપણ પ્રદેશને કોઈ રાહત મળી નથી.
દુનિયામાં આ આપત્તિઓએ મચાવ્યો હતો કહેર
લોસ એન્જલસ જંગલની આગ (જાન્યુઆરી):
કેલિફોર્નિયાના પેલિસેડ્સ અને ઈટન વિસ્તારમાં લાગેલી ભીષણ આગે ભારે આર્થિક નુકસાન પહોંચાડ્યુ અને વર્ષની શરૂઆતમાં જ અતિરીક્ત હવામાનની ચેતવણી આપી.જેમાં એક વ્યક્તિ ગુમ પણ થયાના અહેવાલ પણ મળ્યા હતા.
મ્યાનમાર ભૂકંપ (માર્ચ):
માંડલે નજીક 7.7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 3,000થી વધુ લોકો માર્યા ગયા અને થાઈલેન્ડ, ચીન અને વિયેતનામના અનેક ભાગોમાં નુકસાન થયું. આ 2025નો સૌથી ઘાતક ભૂકંપ આવ્યો હતો.
યુરોપમાં હીટવેવ (એપ્રિલથી સપ્ટેમ્બરની વચ્ચે)
દક્ષિણ અને પશ્ચિમ યુરોપમાં સતત 45°Cથી વધુ તાપમાન રહ્યું. હજારો લોકો ગરમીથી મૃત્યુ પામ્યા અને આરોગ્ય પ્રણાલીએ ભારે દબાણ સહન કરવું પડ્યું.
મોકવા પૂર, નાઈઝેરિયા (મે):
ભારે વરસાદે અનેક જગ્યાઓ પર અચાનક પૂર આવ્યા, જેમાં સેકડાઓ લોકો માર્યા ગયા અને અનેક લોકો ગુમ થયા.
પાકિસ્તાનમાં પૂર (જૂન–સપ્ટેમ્બર):
પાકિસ્તાન તીવ્ર મોન્સૂન પૂરથી ગંભીર અસરગ્રસ્ત થયું. લાખો લોકો પ્રભાવિત થયા અને 1,000થી વધુ લોકોના મોત થયા. ખૈબર પખ્તૂનખ્વા સૌથી વધુ અસરગ્રસ્ત પ્રદેશ રહ્યો.
કામચાટકા ભૂકંપ અને સુનામી (29 જુલાઈ):
રશિયાના કામચાટકા દ્વીપકલ્પ નજીક 8.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો. સાથે જ ક્ષેત્રના સાત જ્વાળામુખીઓ ફાટી નીકળ્યો અને પેસિફિક પ્રદેશમાં સુનામી એલર્ટ જાહેર કરવામાં આવ્યું.
અફઘાનિસ્તાનમાં બે ભૂકંપ (ઓગસ્ટ અને નવેમ્બર):
31 ઓગસ્ટે કૂનર પ્રાંતમાં 6.0 તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં 2,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા. ત્યારબાદ ઉત્તર બલ્ખ પ્રાંતમાં 6.2 તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો.
દક્ષિણ-પૂર્વ એશિયામાં પૂર અને ટાઈફૂન (ઓક્ટોબર અંત):
વિયેતનામ, થાઈલેન્ડ, મલેશિયા, ઈન્ડોનેશિયા, શ્રીલંકા અને ફિલીપીન્સમાં મોન્સૂનના કારણે પૂર આવ્યા. ઈન્ડોનેશિયા અને થાઈલેન્ડમાં ચક્રવાતથી ભારે નુકસાન થયું, શ્રીલંકામાં દિતવાહને કારણે સ્થળાંતર અને મોત થયા, જ્યારે સુપર ટાઈફૂન “ફંગ-વૉન્ગ” એ ફિલીપીન્સ, તાઇવાન અને જાપાનને ભયંકર રીતે અસર કરી.શ્રીલંકામાં 600થી વધુ લોકો માર્યા ગયા.
2025એ સાબિત કરી દીધુ કે જળવાયુ બદલાવ અને પ્રાકૃતિક આપત્તિઓ હવે વૈશ્વિક સ્તર પર ગંભીર રૂપથી ખતરો બની ગઇ છે અને તૈયારી અને કટોકટી વ્યવસ્થાપનની જરૂરિયાત પહેલા કરતાં વધુ છે.













