ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી વારંવાર જાહેર મંચ પરથી 'ચમરબંધીઓને ન છોડવાની' અને 'બુટલેગરોની કમર તોડી નાખવાની' સશક્ત વાતો કરે છે. પરંતુ, 2025ના માત્ર થોડાક મહિનાઓના આંકડાઓ જ તેમની આ સુફિયાણી વાતોની પોકળતા છતી કરી રહ્યા છે. જે ગુજરાતમાં 'દારૂબંધી' એ રાજ્યની નીતિનો પાયો છે, ત્યાં કરોડો રૂપિયાના દારૂની પકડાઇ એ જ દર્શાવે છે કે બુટલેગરો બેફામ બન્યા છે અને દારૂની હેરાફેરી એક સમાંતર અર્થતંત્ર બની ચૂક્યું છે.


2025 માં પકડાયેલા દારૂના આંકડા

2025 દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પકડાયેલા દારૂના આંકડાઓ ચોંકાવનારા છે અને રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાનું સાબિત કરે છે.

  • સુરેન્દ્રનગર અને કચ્છ: રાજ્યના આ વિસ્તારોમાંથી જ રૂપિયા 3.50 કરોડ જેટલો દારૂ (60,000થી વધુ બોટલો) પકડાયો.
  • રાજકોટ નજીક (અટકોટ): એક જ મોટી કાર્યવાહીમાં રૂપિયા 2.22 કરોડનો અધધધ જથ્થો (26,724 બોટલો) ઝડપાયો.
  • સુરત: આર્થિક પાટનગર કહેવાતા સુરતમાં એક ટ્રકમાંથી જ રૂપિયા 1.79 કરોડ (13,931 બોટલ)નો દારૂ પકડાયો.
  • અમદાવાદ (દિવાળી પહેલા): રાજ્યના સૌથી મોટા શહેરમાં તહેવાર પૂર્વે રૂ. 2.06 કરોડનો દારૂ પકડીને નાશ કરાયો.
  • સાબરકાંઠા અને ખેડા: આ જિલ્લાઓમાં પણ અનુક્રમે રૂ. 99 લાખ (47,643 બોટલ) અને રૂ. 41 લાખ (17,651 બોટલ)નો જંગી જથ્થો પકડાયો.
  • વડોદરા: આ શહેરમાં પણ રૂપિયા 30.9 લાખ (5,520 બોટલ)ની ચોરી-છૂપી પકડાઈ.

આ ઉપરાંત, રૂપિયા 2.54 લાખ, રૂપિયા 6.89 લાખ જેવી નાની-મોટી રકમના દારૂ પકડાવવાની ઘટના તો નિયમિત બનતી રહે છે.

આ પણ વાંચો : Gujarat Flashback 2025 : ગુજરાતમાં 3 સહિત દેશમાં 25 પ્લેન દુર્ઘટનાઓ, બર્ડહિટ મામલે અમદાવાદ એરપોર્ટ ચોથું

  • Follow us on: