વર્ષ 2025 માં પણ સ્વાસ્થ્ય સંબંધિત ચોંકાવનારા ખુલાસા થયા છે. આ વર્ષે લોકોની સ્વાસ્થ્ય સમસ્યામાં વધારો થયો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઈને અનેક સેલેબ્સ લીવર, હાર્ટ સંબંધિત બીમારીના શિકાર થયા. તો અભિનેત્રી શેફાલી જરીવાલાનું હાર્ટએટેકથી મોત થતા લોકોને વિચારવા મજબૂર કર્યા છે કે આખરે કેમ યુવાનોમાં હાર્ટને લગતી સમસ્યા વધી છે. આ ઝડપથી બદલાતી દુનિયામાં, કંઈપણ કાયમી નથી. પછી તે આયુષ્ય હોય, આપણી આદતો હોય કે ખાદ્ય પદાર્થો. આ વર્ષે સ્વાસ્થ્ય સંબંધિત દરેક પાસું પહેલા કરતા વધુ જટિલ અને પડકારજનક બન્યું છે.


યુવાનોમાં વધ્યું હાર્ટએટેકનું જોખમ

WHO ના એક અહેવાલમાં જાણવા મળ્યું કે કોવિડ-19 રોગચાળાએ આપણા આયુષ્યને પાછળ ધકેલી દીધું છે પરંતુ સ્વાસ્થ્ય સમસ્યામાં વધારો કર્યો છે. 2019 અને 2021ની સરેરાશ આયુષ્યમાં આશરે 1.8વર્ષનો ઘટાડો થયો. પરંતુ લોકોમાં ચિંતા અને હતાશા જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓમાં વધારો થયો છે. 2024 માં લગભગ 25% ટીબીના કેસ ફક્ત ભારતમાં નોંધાયા હતા. જ્યારે ટીબીના કેસોમાં સુધારો થયો છે, 2015 અને 2024 ની વચ્ચે ભારતમાં ટીબીના કેસ દરમાં 21% ઘટાડો થયો છે, ત્યારે મલ્ટી-ડ્રગ-રેઝિસ્ટન્ટ (MDR) ટીબી ચિંતાનો વિષય છે.

સ્થૂળતાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધી

2025 માં લોકોમાં વધતી સ્થૂળતાને લઈને ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. નિષ્ણાતાએ મેદસ્વિતા અને સ્થૂળતાને લઈને ચિંતા વ્યક્ત કરી. હવે ફક્ત શરીરના વધારાના વજનનો વિષય નથી; તે પોતાનામાં જ એક વૈશ્વિક આરોગ્ય કટોકટી બની રહી છે. 2024માં સ્થૂળતાને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ૩.૭ મિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. આ દર્શાવે છે કે વજન ઘટાડવું હવે ફક્ત એક ફેશન કે ફિટનેસ માટેનો મંત્ર નહીં પરંતુ સ્વસ્થ રહેવા માટેની મહત્વની બાબત છે.

આબોહવા પરિવર્તનને લઈને એક્સપર્ટે આપી ચેતવણી

2025 રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે આબોહવા પરિવર્તન હવે ફક્ત પર્યાવરણીય મુદ્દો નથી રહ્યો; તે માનવ સ્વાસ્થ્ય માટે સીધો મોટો ખતરો છે. રિપોર્ટ અનુસાર, 20 માંથી 12 આરોગ્ય સૂચકાંકો રેકોર્ડ સ્તરે છે. વધતી ગરમી, વાયુ પ્રદૂષણ, હવામાન અને ખાદ્ય અસુરક્ષા લાખો લોકોના જીવ લઈ રહી છે. સરેરાશ, દર વર્ષે 546,000 લોકો પર તાપમાનમાં થતા ફેરફારના કારણોથી મૃત્યુ પામે છે. આ સ્પષ્ટ કરે છે કે આજના સ્વાસ્થ્ય પડકારો ફક્ત રોગો અથવા જીવનશૈલી સુધી મર્યાદિત નથી, પરંતુ તે ગ્રહ અને આપણા પર્યાવરણ સાથે જોડાયેલા છે.


આ પણ વાંચો : Flashback 2025 : ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટરે રેકોર્ડ તોડી ટીકાકારોને ચૂપ કર્યા, જાણો વર્ષ 2025માં વિરાટ કોહલીની સિદ્ધિ

  • Follow us on: