- પૌઆના પકોડા બનાવી દેશે તમારો દિવસ
- ફટાફટ બનશે હેલ્ધી અને ટેસ્ટી પકોડા
- સોસ, મરચા અને ચા સાથે કરી શકાશે સર્વ
વાત જ્યારે ઝટપટ બનતા હેલ્ધી નાસ્તાની હોય છે તો પૌંઆ સૌથી પહેલા યાદ આવે છે. પણ જો તમે એકના એક પૌંઆ ખાઈને બોર થઈ ચૂક્યા છો તો તમે આ પકોડાને ટ્રાય કરી શકો છો. પૌંઆના પકોડા આ ટેસ્ટી પંજાબી રેસિપિ બનાવવામાં ઓછો સમય લાગે છે. આ રેસિપિ ન ફક્ત બનાવવામાં સરળ છે પણ સાથે સ્વાદિષ્ટ પણ છે. તો જાણો કેવી રીતે બનાવશો ઘરે.
સામગ્રી
- દોઢ કપ પૌંઆ
- 2 ટેબલ સ્પૂન કોથમીર
- 1/2 ટી સ્પૂન લાલ મરચું પાવડર
- 1/2 ટી સ્પૂન જીરૂ પાવડર
- 1/2 ટી સ્પૂન ખાંડ
- 1-2 લીલા મરચા
- તળવા માટે તેલ
- મીઠું સ્વાદ અનુસાર
- 1 ટી સ્પૂન લીંબુનો રસ
બનાવવાની રીત
પૌંઆના પકોડા બનાવવા માટે સૌથી પહેલા પૌંઆ સાફ કરીને ચારણીમાં નાંખો અને પાણીથી ધોઈ લો. આ પછી પૌંઆને થોડી વાર સુધી રહેવા દો. આ પછી તેમાં બાફેલા બટાકા મેશ કરો. તેમાં લીલા મરચા, કોથમીરને મિક્સ કરીને સારી રીતે હલાવી લો, આ પછી અન્ય એક બાઉલમાં બટાકા, પૌંઆ મિક્સ કરો. હવે તેમાં લાલ મરચું, જીરું, ખાંડ, લીલા મરચા, કોથમીર મિક્સ કરો.
હવે એક કડાહીમાં તેલ ગરમ કરો. હવે ઉપર જે મિશ્રણ તૈયાર કર્યું છે તેમાંથી તમે પકોડાના આકારના ગોળા વાળી લો. તેને સોનેરી થાય ત્યાં સુધી તળો. તે ક્રિસ્પી પણ થશે. હવે એક પ્લેટમાં કાઢો અને સોસ અને ચાની સાથે ગરમાગરમ નાસ્તામાં સર્વ કરો.