• ગણેશજી કરે છે ભક્તોની કામના પૂરી
  • જયપુરનું મોતી ડુંગરી ગણેશ મંદિર 500 વર્ષ જૂનું
  • બાપ્પા હરશે તમારા તમામ દુઃખ

ગણેશ ચતુર્થીની સાથે જ 10 દિવસનો ગણેશોત્સવ પણ શરૂ થયો છે. આ સમયે બાપ્પા ઘરમાં વિરાજમાન થશે આ સિવાય અનેક સાર્વજનિક સ્થળોએ પણ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરાય છે અને સાથે જ ઘર, મંદિર અને શેરીઓની ખાસ સજાવટ પણ કરાય છે. આ અવસરે જો તમે બાપ્પાના દર્શનનો પ્લાન કરી રહ્યા છો તો તમે ભારતના આ પ્રાચીન મંદિરોની મુલાકાત લઈ શકો છો. તો જાણો કયા છે આ મંદિરો જ્યાં તમારી મનોકામના થઈ શકે છે પૂરી.

ઉજ્જૈનનું ચિંતામણ ગણેશ મંદિર

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું ચિંતામણ ગણેશ મંદિર લગભગ 1100 વર્ષ જૂનું છે. કહેવાય છે કે આ મંદિરમાં ગણેશ પ્રતિમાઓની સ્થાપના રામ, લક્ષ્મણ અને દેવી સીતાએ કરી હતી. આ મંદિરની રચના હોલકર વંશની મહારાણી અહિલ્યાબાઈએ કરાવી હતી. આ મંદિરની ભવ્યતા જોવાલાયક છે.

જયપુરનું મોતી ડુંગરી ગણેશ મંદિર

રાજસ્થાનની રાજધાની જયપુરનું મોતી ડુંગરી ગણેશ મંદિર જાણીતું છે. અહીંની મૂર્તિ 500 વર્ષથી વધારે જૂની છે. તેને જયપુરના રાજા માઘૌસિંગની રાણીના પૈતૃક ગામેથી લાવવામાં આવી હતી. આ મંદિર નવા વાહનોની પૂજા માટે જાણીતું છે.


ઈંદોરનું ખજરાણા ગણેશ મંદિર

મધ્યપ્રદેશના ઈંદોરનું ખજરાણા ગણેશ મંદિર જાણીતું છે. ઉજ્જૈનનું ચિંતામણ ગણેશ મંદિરની ઈમારત આ મંદિરના નિર્માણ પણ હોલવંશની રાણી અહિલ્યાબાઈએ કરી હતી. માન્યતા છે કે આ વિસ્તારમાં રહેનારા મંદિરના પૂજારીને ગણેશમૂર્તિના જમીનની અંદર દબાયેલા હોવાનું સપનું આવ્યું હતું. આ પછી ખોદકામમાં ભગવાનની મૂર્તિ મળી અને મહારાણીએ અહીં મંદિર બનાવ્યું.

મુંબઈનું સિદ્ધિવિનાયક મંદિર

મહારાષ્ટ્રના મુંબઈમાં બનેલું સિદ્ધિવિનાયક મંદિર સેલિબ્રિટિઝમાં લોકપ્રિય છે. અહીં ફિલ્મ સ્ટાર્સ, દેશના મોટા ઉદ્યોગપતિ અવારનવાર શીશ ઝુકાવે છે. આ સિવાય મનોકામના માટે અને તે પૂર્ણ થયા બાદ માનતા ઉતારવા લોકો આવતા રહે છે. આ મંદિર દેશના સૌથી અમીર મંદિરમાં સામેલ છે. મંદિરમાં સ્થાપિત ગણેશ પ્રતિમા 200 વર્ષ જૂની છે. મંદિરના શિખર પર 3.5 કિલો સોનાનો કળશ છે. આ સિવાય મંદિરની અંદિરની દિવાલ પર સોનાની પરત છે.


પુણેનું દગડુ ગણેશ મંદિર

મહારાષ્ટ્રના પુણેમાં દગડશેઠ હલવાઈ ગણેશ મંદિર પણ 200 વર્ષ જૂનું છે. અહીંના વેપારી દગડુ શેઠ કંદોઈએ પોતાના દીકરાના મોત બાદ ગુરુ માધવનાથ મહારાજના કહેવા પર આ મંદિર બનાવ્યું હતું. આ મંદિરમાં પણ મન્નત માંગવા દૂર દૂરથી લોકો આવે છે.  

  • Follow us on: