• ઈકો ફ્રેન્ડલી રીતે કરો ઘરની સજાવટ
  • રંગીન પેપર કરશે સજાવટમાં મદદ
  • ફુગ્ગા અને કેન્ડલ્સની મદદથી કરો ડેકોરેશન

ગણેશ ચતુર્થીને આડે થોડા દિવસ બાકી રહ્યા છે ત્યારે અનેક ઘરોમાં બાપ્પાના સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે. જો તમે વિધિ વિધાન સાથે ગણેશજીની પૂજા કરી રહ્યા છો તો તમારે તેમના સ્વાગતમાં સજાવટને પણ મહત્ત્વ આપવું જરૂરી છે. આ રીતે તહેવારની સજાવટનું ધ્યાન રાખી લેવું. તો જાણો ગણેશ ચતુર્થીએ થોડા ખર્ચમાં સજાવટ કેવી રીતે કરવી.


ઈકો ફ્રેન્ડલી સજાવટ

ગણપતિ પર ફૂલની સજાવટ સૌથી સારી માનવામાં આવે છે. આ વધારે ઝડપથી થઈ જતી હોવાથી તે લોકોને વધારે પસંદ છે. આ સિવાય ફૂલની સજાવટના કારણે નેગેટિવ ઈફેક્ટ ઘટે છે અને વાતાવરણ સારું રહે છે. તમે આર્ટિફિશિયલ ફૂલની મદદ પણ લઈ શકો છો. તે પણ લાંબા સમય સુધી સારો લૂક આપે છે.

રંગીન પેપરથી કરો સજાવટ

રંગીન પેપરથી તમે ગણપતિ પર સારી રીતે સજાવટ કરી શકો છો. રંગીન પેપરની મદદથી તમે ફૂલ, પતંગિયા અને છત્રીની સાથે જોડાયેલી ડિઝાઈન પણ યૂઝ કરી શકો છો. જે ઘરની સજાવટમાં તમારી મદદ કરશે. દિવાલના હેંગિંગ અને માળા ઘરની સજાવટને વધુ સારો ઓપ આપશે. રંગીન પેપરની મદદથી તમે સરળતાથી ડેકોરેશન કરી શકો છો.

ફુગ્ગાથી કરો ગણેશજીનું ડેકોરેશન

ગણપતિ ઘરે આવે તે પહેલા ઘરને ફુગ્ગાથી સજાવી લો. તેની મદદથી તમે ઘરને અલગ લૂક આપી શકો છો.


સિંપલ ડેકોરેશન

જો તમે ઘરને સિંપલ ડેકોરેશનની સાથે સજાવવા ઈચ્છો છો તો તમે ઘરમાં કેન્ડલ્સ લગાવી શકો છો. આ સાથે ફૂલની મદદથી થોડી સજાવટ કરો. તેનાથી ઘર સિંપલ ડેકોરેશન બાદ પણ સુંદર દેખાશે.

ગેંદાના ફૂલ ગણેશજીને છે પસંદ

જો તમે વિઘ્નહર્તાને ખુશ કરવા ઈચ્છો છો તો તમે ગેંદાના ફૂલથી પણ સજાવટ કરી શકો છો. તે સરળતાથી બજારમાં મળે છે. તેના હાર પણ તૈયાર મળે છે. તેને વિવિધ રીતે ડિઝાઈન આપીને તમે તેને દિવાલ પર લગાવી શકો છો. તો બાપ્પાને ખુશ કરવા કરી લો સરળ વસ્તુઓથી ખાસ તૈયારી.  

  • Follow us on: