• ગુજરાત ATSએ 4 આતંકીને એરપોર્ટ પરથી ઝડપ્યા
  • ઝડપાયેલા તમામ આતંકી શ્રીલંકાના હોવાનું ખૂલ્યું
  • એરપોર્ટ પર આવતા જ ATSએ આતંકીઓને દબોચી લીધા

ગુજરાત ATSએ સૌથી મોટું ઓપરેશન પાર પાડયું છે જેમાં શ્રીલંકાથી 4 આંતકીઓ અમદાવાદ એરપોર્ટ પર આવતાની સાથે જ ગુજરાત ATSએ ઝડપી પાડયા છે.બાતમીના આધારે ગુજરાત ATSની સૌથી મોટી કાર્યવાહી છે.ઝડપાયેલા તમામ આંતકીઓ શ્રીલંકાના હોવાનું સામે આવ્યું છે.પકડાયેલા આંતકીઓનું ISIS સાથે કનેકશન સામે આવ્યું છે.શ્રીલંકાના વતની અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ પકડાયા છે. જો કે હાલમાં ગુજરાત ATSએ ચાર આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને પુછ પરછ હાથ ધરી છે. આતંકવાદીઓ કયા ઈરાદા સાથે અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા.તેની વિગતો પ્રાપ્ત થઈ નથી.

ચાર આરોપીઓની અટકાયત

ચાર આરોપીઓની અટકાયત કરવામાં આવી છે તે આતંકવાદી સંગઠન ISIS આતંકવાદી છે અને તે સંગઠન સાથે ઘણા સમયથી સક્રિય હતા. તેઓ મૂળ શ્રીલંકન નાગરીક છે અને તે અમદાવાદ એરપોર્ટ શા માટે આવ્યા તે એક સવાલ છે? ગુજરાત તેમજ ભારતમાં કોઈ મુવમેન્ટ છે અથવા તેના કોઈ સ્લીપર સેલ છે કે નહીં તે તપાસવા માટે ગુજરાતATS દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.તેમની સાથે રહેલા મોબાઈલ તેમજ પાસપોર્ટની પણ માહિતી ચેક કરવામાં આવી છે,એક સાથે ચાર આંતકીઓ કઈ રીતે અને કઈ ફલાઈટમાં આવ્યા તેની માહિતી ઈમિગ્રેશન પાસેથી મેળવામાં આવી છે. 

કેન્દ્રીય એજન્સીઓ પણ એલર્ટ મોડ પર

તમામ આતંકીઓ કોલંબોથી ચેન્નાઇ અને ચેન્નાઈથી અમદાવાદ સુધી પહોંચ્યા હતા,આ તમામ લોકો ISISના હેન્ડલરને ફોલો કરતા હતા,અમદાવાદથી કયાય જવાના હતા કે પછી અમદાવાદ જ રહેવા ના હતા તેને લઈ તપાસ ચાલુ છે.કેન્દ્રીય એજન્સીના ઈનપુટના આધારે કાર્યવાહી ચાલુ છે.

 અગાઉ એક શકમંદની પણ કરી હતી પૂછપરછ

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી સેન્ટ્રલ એજન્સી દ્વારા ગોલ્ડ સ્મગલિંગ અને અન્ય વસ્તુઓ પર નજર રાખવામાં આવી રહી છે, એક સમયે એક સેન્ટ્રલ એજન્સીએ ગુજરાત ATS સાથે મળીને કેટલાક ઇનપુટ શેર કર્યા હતા. ત્યારબાદ ગુજરાત એટીએસની ટીમ અમદાવાદ એરપોર્ટ પર ખાસ વોચમાં હતી તે સમયે એક શકમંદ તેમના રડારમાં આવ્યો હતો અને તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી.

6 મે ના રોજ શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની આપી હતી ધમકી

ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનના આગલા દિવસે એટલે કે 6 મે, 2024ના રોજ અમદાવાદની 36 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક સ્કૂલને ઇ-મેઈલ દ્વારા ધમકી મળી હતી. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ કર્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડે પણ ઘટનાસ્થળે ચેકિંગ કર્યું હતું. જો કે, તપાસમાં પોલીસને કંઈ મળ્યું નહોતું. જો કે, આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઇ-મેઇલ પાકિસ્તાનથી થયો હોવાનો દાવો કર્યો છે. અગાઉ રશિયન ડોમેનનો દાવો કરવામાં આવ્યો હતો.

અગાઉ પણ પોરબંદરથી ગુપ્ત ઓપરેશ પાડયું હતુ પાર

આ અગાઉ પણ ગુજરાત ATSએ એક ગુપ્ત ઓપરેશનમાં પાંચ એવા લોકોની અટકાયત કરી હતી. જે લોકો ISIS ખુરાસાન સાથે સંકળાયેલા હતા. તે સમયે ગુજરાત ATSને માહિતી મળી હતી કે ત્રણ શખ્સો પોરબંદરના દરિયાઇ માર્ગેથી અફઘાનિસ્તાન અને ત્યારથી ઇરાન જવાના ફિરાકમાં હતા. તેથી માહિતીના આધારે ગુજરાત ATSએ પોરબંદરમાં ધામા નાખ્યા હતા અને પોરબંદર રેલવે સ્ટેશન પરથી ઉમેદ મીર, હનાન શોલ અને મોહમ્મદ હાજીમ નામના શ્રીનગરના ત્રણ શંકાસ્પદ શખ્સોની અટકાયત કરી હતી.

1 ઓગસ્ટ 2023ના રોજ રાજકોટમાંથી ઝડપાયા હતા આંતકીઓ

આંતકી ગતિવીધીઓ અને રાષ્ટ્ર વિરોધી તત્વો પર બાજ નજર રાખી રહેલી ગુજરાત ATSને વધુ એક સફળતા મળી હતી. ગુજરાત ATSએ બાતમીના આધારે રાજકોટમાંથી 3 શંકાસ્પદ આતંકી ઝડપી લીધા હતા જેમના નામ અમાન, અબ્દુલ શુફુર અને સૈફ નવાઝ હોવાનું બહાર આવ્યું હતું. આ ત્રણેય શખ્સ છેલ્લા 6 મહિનાથી રાજકોટના સોની બજારમાં રહેતા હતા અને સોની બજારમાં જ કામ કરતા હતા.

ઈસ્લામિક સ્ટેટ શું છે?

2003 દરમિયાન અમેરિકાના ઈરાક પરના આક્રમણ વખતે જોર્ડિયન જેહાદી અબુ મુસાબ-અલઝરકાવી અને તેના આતંકવાદી સંગઠન જમાત અલ-તાવહિદ વલ-જિહાદે ઈરાકની અશાંત પરિસ્થિતીનો ફાયદો ઉઠાવી આતંકવાદી હુમલાઓ વધારી દીધા. 2004માં ઝરકાવીએ ઓસામા બિન-લાદેન સાથે હાથ મિલાવી લીધા અને પોતાના સંગઠનને ‘અલ-કાયદા ઈન ઈરાક’ તરીકે ઓળખાવ્યું. જોકે, 2006માં અમેરિકાના હુમલા દરમિયા ઝરકાવી માર્યો ગયો. જે બાદ 12 ઓક્ટોબર 2006માં ઈરાકની મુજાહિદ્દીન શુરા કાઉન્સિલ અને 6 સુન્ની ટ્રાઈબ્સે સાથે મળીને ઈસ્લામનું ગૌરવ સ્થાપવા અલ્લાહના સમ ખાધા. જેના એક દિવસ બાદ તેમણે ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક(ISI)ની સ્થાપના કરી દીધી. 2010માં અબુ બક્ર અલ-બગદાદીને ઈસ્લામિક સ્ટેટ ઈન ઈરાકના આમિર અથવા તો વડો જાહેર કરવામાં આવ્યો.

  • Follow us on: