• ગેંગના આતંકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
  • અમીરગઢ પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી
  • અમીરગઢ અને પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ

પાલનપુર- આબુરોડ હાઇવે પર 007 ગેંગનો આતંક સામે આવ્યો છે. જેમાં ગેંગના આતંકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. અમીરગઢ પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી છે. તેમજ અમીરગઢ અને પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ થઇ છે.

10 દિવસ અગાઉ 4 લોકોને ઈજાઓ પહોંચાડી હતી

007 ગેંગના પંટરોએ 10 દિવસ અગાઉ 4 લોકોને ઈજાઓ પહોંચાડી હતી. રાત્રે 007 ગેંગના લોકો અમીરગઢ, ઇકબાલગઢ, પાલનપુર વિસ્તારોમાં હુમલા કરે છે. 10 દિવસ અગાઉ ગેંગના લુખ્ખા તત્વોએ અમીરગઢ અને પાલનપુર વિસ્તારમાં 4 લોકોને ઇજાઓ પહોંચાડી હતી. જેમાં અમીરગઢ પોલીસે વાઇરલ વીડિયોને આધારે વધુ તપાસ હાથ ધરી છે. અમીરગઢ અને પાલનપુર તાલુકા પોલીસ મથકે 007 ગેંગ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

અમીરગઢ પોલીસે ત્રણ શખ્શો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

અમીરગઢ અને પાલનપુર તાલુકા પોલીસ દ્વારા એક પણ આરોપીની હજુ સુધી ધરપકડ કરાઈ નથી. 007 ગેંગને લઈ ઈકબાલગઢ અને અમીરગઢ સોશિયલ મીડિયામાં સાવચેતીની પોસ્ટ પણ વાયરલ થઈ છે. અગાઉ પણ ગુજરાતની હદમાં 007 ગેંગ દ્વારા હુમલોએ હુમલા કર્યા હતા અને ફરી એકવાર હુમલો કર્યો છે. રાજસ્થાનથી બાઈકો લઈને આવતી આ ગેંગ હુમલા કરીને પરત રાજસ્થાન ફરી જતી હોય છે. તહેવારો ટાણે જ તે લોકોને ઈજાઓ પહોંચાડે છે. આ ઘટનામાં 4 લોકોને ઈજાઓ પહોંચાડી હતી અને 1 વ્યક્તિ ગંભીર ઈજા પહોંચી છે. જ્યારે અન્ય ત્રણ લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અમીરગઢ પોલીસે ત્રણ શખ્શો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • Follow us on: