કચ્છના ભચાઉમાં ત્રિપલ અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નિપજયું. ભચાઉમાં હાઈવે પર જતી એક ટ્રક આગળ જતી કારને ટક્કર મારે છે અને તેના બાદ બાઈકને અડફેટે લઈ બાજુના ડિવાઈડર પર ચઢી જાય છે. ભચાઉમાં હિટ એન્ડ રન ઘટનાના CCTV સામે આવ્યા છે. અકસ્માતની ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી ગઈ.
ભચાઉમાં હિટ એન્ડ રન ઘટના
ભચાઉના હિટ એન્ડ રન ઘટનાના સામે આવેલ ત્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજા થઈ જ્યારે બાઈકચાલકનું મોત નિપજયું. સામે આવેલ CCTVમાં દેખાય છે કે ઓવરબ્રિજ પરની બાજુના માર્ગ પર એક ટ્રક આવી રહી છે, માલસામાનથી ભરેલ આ ટ્રક રોડની સાઈડમાં જવાનું હોવાથી થોડી ધીમી પડે છે અને તેને ઓવરટેક કરી એક કાર આગળ નીકળી જાય છે. દરમિયાન સામેની બાજુથી એક ખાનગી કાર આવે છે અને તેની પાછળ જ પૂરપાટ વેગે એક ટ્રક આવે છે અને રોડ પર કારને ટક્કર મારી આગળ ઢસડે છે. કારને ટક્કર મારી ટ્રક બાઈકને ટક્કર મારી રોડ બાજુના ડીવાઈડર પર ચઢી જાય છે.
ત્રિપલ અકસ્માતની ઘટનામાં બાઈક ચાલકનું મોત
ટ્રકની કારને ટકકર બાદ બાઈક સાથે અથડાતા ત્રિપલ અકસ્માતની ઘટનામાં બાઈક ચાલકનું મોત નિપજે છે. સીસીટીવી ફૂટેજ પરથી અનુમાન લગાવવામાં આવે છે કે રેત ભરેલ બસ ચાલક અચાનક કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાય છે. અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થઈ જાય છે. સ્થાનિકો દ્વારા પોલીસને અકસ્માતની જાણ કરાતા પોતાની ટીમ સાથે ઘટનાસ્થળ પર પંહોચે છે. પોલીસ અકસ્માતનો ગુનો નોંધી ગંભીર ઇજા પામેલ શખ્સને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડે છે.
સ્થાનિકોમાં રોષ
આ સ્થાન પર વારંવાર થતા અકસ્માતને લઈને સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો. નોંધનીય છે કે રાજ્યમા અકસ્માતની ઘટના વધી રહી છે. સૌથી વધુ અકસ્માત નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે પર થતા હોવાનું સામે આવ્યું છે. હાઈવે પર ભારે વાહનો સાથે કાર અને બાઈક જેવા ખાનગી વાહનોની પણ અવરજવર વધી છે. પરંતુ ચાલકો બેફામપણે વાહન હંકારતા આખરે અકસ્માત સર્જાય છે.