• ભાદર ડેમમાં 2.20 ફૂટ પાણીની આવક
  • ડેમની સપાટી 17.30 ફૂટ પહોંચી છે
  • આજી 1 ડેમમાં 0.75 ફૂટ પાણીની આવક થઇ

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી વિવિધ ડેમમાં નવા નીરની આવક થઇ છે. તેમજ રાજકોટ સિંચાઈ વિભાગ હસ્તકના 13 ડેમમાં નવા નીર આવક થઇ છે. તથા ભાદર ડેમમાં 2.20 ફૂટ પાણીની આવક સાથે ડેમની સપાટી 17.30 ફૂટ પહોંચી છે. તથા આજી 1 ડેમમાં 0.75 ફૂટ પાણીની આવક થઇ છે. મોજમાં 0.43, ફોફળ 1.57, સુરવોમાં 0.33, ન્યારી 1માં 0.66, છાપરવાડી 2 માં 1.31 ફૂટ પાણીની થઇ છે.

સાર્વત્રિક વરસાદથી જળાશયોમાં પણ આવક થઇ

સાર્વત્રિક વરસાદથી જળાશયોમાં પણ આવક થઇ છે. તેમજ 8 ફૂટ સુધી પાણી ઠલવાયું છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી ડેમમાં એક રાતમાં ધસમસતી પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે પાણીની આવક શરૂ થઈ હતી. ડેમની સપાટી 17.6 ફૂટ નોંધાઇ હતી. જે 16 કલાક બાદ બપોરે 12 વાગ્યા સુધીમાં 2 ફૂટ વધીને 19.6 ફૂટ સુધી પહોંચી હતી. હજુ પણ ડેમમાં પાણીની આવક શરૂ છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના પગલે રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને પગલે રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થઈ રહી છે.

17 હજાર ક્યુસેક પાણીની આવક સાથે શેત્રુંજી ડેમની સપાટી 19.6 ફૂટે પહોંચી

સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગરના જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ગઈકાલ રાતથી પાણીની ધસમસતી આવક શરૂ થઇ છે. ગઈકાલે રાત્રિના 807 ક્યુસેક પાણીની આવક સાથે સપાટી 17.6 ફૂટે પહોંચી હતી જે બાદ રાત્રીના પાણીની આવક વધીને 2030 ક્યુસેક થઈ હતી. જે બાદ આજે વહેલી સવારે 4.30 કલાકે પાણીનો પ્રવાહ વધીને 4181 ક્યુસેક, સવારે 5 કલાકે 8117 ક્યુસેક, સવારે 6 કલાકે 17 હજાર ક્યુસેક થયો હતો અને ડેમની સપાટી 4 ઇંચ વધીને 17.10 ઇંચે પહોંચી હતી. જે બાદ સવારે 8 કલાકથી 34110 ક્યુસેક પાણીની આવક રહી હતી. 12 કલાકમાં ડેમની જળસપાટી 1 ફૂટ વધીને 18.6 ઇંચ નોંધાઈ હતી. જે પછી ગઇકાલે સવારે 11 કલાક સુધીમાં ડેમની સપાટી 19.2 ફૂટ થઈ હતી અને બપોરે 12 વાગ્યાની સ્થિતિએ 16 કલાકમાં ડેમની સપાટીમાં 2 ફૂટ જેટલો વધારો નોંધાયો હતો. 17 હજાર ક્યુસેક પાણીની આવક સાથે શેત્રુંજી ડેમની સપાટી 19.6 ફૂટે પહોંચી છે.


  • Follow us on: