- પેસેન્જરોને બસની બહાર કાઢી સારવાર માટે ખસેડાયા
- ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
- એમ્બ્યુલન્સની 4 ટીમ ઘટનાસ્થળે પહોંચી
રાજ્યમાં હાઈવે પર અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે શુક્રવારે મોડી સાંજે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ નજીક એક ખાનગી લકઝરી બસ એકાએક રોડની સાઈડમાં પલટી ખાઇ ગઇ હતી. જેમાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે.
આ અંગેની માહિતી અનુસાર, પાસેથી અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ નજીક અકસ્માત થયો છે. જેમાં એક ખાનગી લકઝરી બસ એકાએક રોડની સાઈડમાં પલટી ખાઇ ગઇ હતી. જેના કારણે અંદર બેઠેલા લોકોમાં બૂમરાણ મચી જવા પામી હતી. આ ઘટનામાં બે લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હોવાની માહિતી મળી રહી છે.















