બનાસકાંઠાના વાવમાં ગૌશાળામાં 20 ગાયના મોત થયા હોવાની વાત સામે આવી છે, જેમાં ગાય એરંડા ખાઈ જતા ફૂડપોઝનિંગ થયાનું અનુમાન ખેડૂતોએ લગાવ્યું છે, બુકાણા ગામની ગૌશાળામાં 20 ગાયના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે, હાલમાં તો તંત્રની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને પશુ પાલન વિભાગના અધિકારીઓને પણ જાણ કરાઈ છે.
અન્ય 15 ગાયને સારવાર આપી બચાવી લેવાઈ
તો ફૂડ પોઈઝનિંગ માણસ હોય કે જાનવર હોય તેને ગરમીના સમયમાં વધારે થતુ હોય છે, ત્યારે આવી જ એક ઘટના વાવમાં બની હતી જેમાં ગૌશાળામાં રહેલી 20 ગાયના મોત થયા છે, તો અન્ય 15 ગાયોને સારવાર આપીને બચાવી લેવામાં આવી છે, સ્થાનિકોનું કહેવું છે કે જંગલ વિસ્તારમાં ગાય ચરવા ગઈ હતી અને તે દરમિયાન એરંડા ખાધા હોય અને તેના કારણે મોત થયું હોઈ શકે છે, ત્યારે પશુ પાલન વિભાગ બનાસકાંઠા દ્વારા સમગ્ર ઘટનાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
અન્ય ગાયોને સારવાર હેઠળ દેખરેખમાં રખાઈ
સમગ્ર ઘટનાને લઈ વાત કરવામાં આવે તો અન્ય ગાયો છે તેને હાલ સારવાર આપવામાં આવી રહી છે અને તેમની તબિયત પણ સુધારા પર હોવાની વાત સામે આવી છે, તો ખેડૂતો ખાસ કરીને ગરમીના સમયમાં પશુને શું ખોરાક આપવો તેને લઈ પણ ધ્યાન રાખવું જોઈએ કેમકે ગરમીના સમયમાં ફૂડ પોઈઝનિંગની ઘટના વધુ બનતી હોય છે, સમગ્ર ઘટનામાં હાલ તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે અને જે એરંડા છે તેના નમૂના પણ લેવામાં આવ્યા છે.