- આરોપીઓએ વેપારીને ડરાવવા નકલી પોલીસ પણ ઉભી કરી
- મહિલા અને નકલી પોલીસ સહિત 7 લોકોએ વેપારીને ફસાવ્યો
- ભોગ બનનાર વેપારીની અડાજણ પો.સ્ટે.માં ફરિયાદ
રાજ્યમાં ફરી એકવાર હનીટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં એક વેપારીને ફસાવવામાં આવ્યો હોવાની ફરિયાદ સામે આવી છે. સુરતના અડાજણ વિસ્તારમાં હનીટ્રેપની ઘટના સામે આવી છે. જેમાં વેપારીને હનીટ્રેપમાં ફસાવી 30 લાખ રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ લાગી રહ્યો છે.
આ અંગેની માહિતી અનુસાર, સુરતના અડાજણ વિસ્તારમાં એક વેપારી હની ટ્રેપનો શિકાર બન્યો હતો. જેમાં આરોપીઓએ વેપારીને ડરાવવા માટે મહિલાની સાથે સાથે નકલી પોલીસ જવાનો પણ ઊભા કરી દીધા હતા. જે પછી વેપારી પાસેથી રૂ.30 લાખ પડાવી લેવામાં પણ આ ગેન્ગ સફળ ગઈ હતી.













