- નવા બ્રિજ અને નવી સુખ સુવિધાની જોગવાઈ
- રખડતા શ્વાનની ગણતરી કરવા માટે પણ જોગવાઈ
- શહેરીજનોને શાસકો દ્વારા 184.13 કરોડની રાહત
સુરત મહાનગર પાલિકાના કમિશ્નર શાલીની અગ્રવાલ દ્વારા નાણાંકીય વર્ષ 2024-25 ના 8718 કરોડ રૂપિયાનું ડ્રાફટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જે ડ્રાફટ બજેટ પર સ્ટેન્ડિંગ કમિટિએ ચર્ચા અને સુધારા-વધારા રજૂ કર્યા હતા. આ સાથે જ મૂળ ડ્રાફ્ટ બજેટમાં રૂ. 220 કરોડનો વધારો કરાયો છે, એટલે હવે 8873.06 કરોડ નો બજેટ જાહેર કરવામાં આવ્યો છે.
સ્થાયી સમિતિ દ્વારા રજુ કરવામાં આવેલા વધારા અને સુધારા સાથેના બજેટમાં મૂળ બજેટ માં રૂ.55 કરોડનો વધારો તથા કેપિટલ બજેટ આવકમાં 106 કરોડનો વધારો કરાયો છે. ઉપરાંત રેવન્યુ ખર્ચ મૂળ બજેટમાં 4597 કરોડ હત. તેમાં 59 કરોડ નો વધારો કરી કુલ 4949 કરોડ કરી દેવાયો છે, નાણાંકીય વર્ષ 2024-25 ના માટે 29 જાન્યુઆરીના રોજ રજૂ કરવામાં આવેલા 8718 કરોડના બજેટમાં સુરત શહેરના વિકાસ કાર્યો માટે રૂપિયા 4121 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ સાથે જ બજેટમાં મોટાભાગના વિકાસ કાર્યો માટે સરકાર દ્વારા મળતી ગ્રાન્ટ પર આધારિત છે. તે સિવાય વોટર, મેટ્રો, સ્ટીમ હાઉસ, ફ્લોટિંગ સોલર પેનલ સહિત નવા વિકાસ કાર્યો બજેટમાં મુકવામાં આવ્યા છે. બે દિવસની મેરેથોન ચર્ચા બાદ સ્થાયી સમિતિએ રૂા.220 કરોડના વધારા સાથે મંજૂર કરેલા બજેટમાં બે નવા ફલાય ઓરબ્રીજ, તેમજ આરોગ્ય કેન્દ્રની જોગવાઈ કરવામાં આવી છે.
આ અંગે સ્થાયી સમિતિના ચેરમેન રાજન પટેલ દ્વારા પત્રકાર પરિષદમાં બજેટમાં કરાયેલા વધારા ઘટાડા અંગે વિસ્તૃત માહિતી રજૂ કરવામાં આવી હતી,સુરત મહાનગર પાલિકાની સ્થાયી સમિતિ એ સતત બે દિવસ સધન ચર્ચા વિચારણા બાદ વર્ષ 2023-24ના ડ્રાફટ બજેટમાં વધારો કરી મંજૂરી આપવામાં આવી છે. આ બજેટમાં સુરત શહેરમાં શ્વાન ના આતંક ને જોતા એનિમલ બ્રિડ કંટ્રોલ હોસ્પિટલ બનશે અને વિના મૂલ્યે ઇન્જેક્શન આપવામાં આવશે,રખડતા શ્વાન ની વોર્ડ ઝોન વાઈઝ ગણતરી કરાશે અને રસીકરણ અને ખસીકરણ નો અંદાજ મેળવી નિયંત્રણ મેળવશે,હવે વર્ષે 50 હજાર જેટલા શ્વાન ના રસીકરણ કરાશે.
સ્થાયી સમિતિના બજેટમાં લેવાયેલા મહત્ત્વના નિર્ણયો
- કતારગામ અને રાંદેર ઝોનમાં નાઈટ બજારનું આયોજન
- મચ્છરના ઉપદ્રવને નાથવા ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરાશે
- શહેરની તમામ સ્મશાન ભૂમિને 5-5 કરોડની ગ્રાન્ટ અપાશે
- તાપી નદી પર અમરોલી બ્રિજ પહોળો કરશે
- પાલમાં આઇકોનિક ફ્લાય ઓવર બ્રિજ બનાવાશે
- રાંદેરમાં ઋષભ ટાવર પાસે તેમજ રાંદેર રોડ જુલેલાલ મંદિર પાસે ફ્લાય ઓવારે બ્રીજ
- બ્રેડ લાઈનર જંક્શન પર ફ્લાય ઓવર બ્રીજ બનશે
- એસવીએનઆઈટી તેમજ કારગીલ ચોક બંને જંક્શન પર ફ્લાય ઓવર બ્રિજ
- ઉધના ત્રણ રસ્તા પર વેડ રોડ પર અખંડ આનંદ કોલેજ પાસે ફ્લાય ઓવર બ્રિજ
- કનકપુર વિસ્તારમાં પણ એક ખાડી બ્રિજ બનશે