- પોલીસની ટીમે સતત પીછો કર્યો
- સ્થાનિકોએ પણ પોલીસને આપ્યો સાથ
- રંગે હાથ આરોપીઓ ઝડપાઈ ગયા
એલિસબ્રિજમાં નેશનલ હેન્ડલુમના કર્મચારીઓને છરી બતાવીને ફિલ્મી સ્ટાઇલથી લૂંટ કરનાર 2 આરોપી ઝડપાયા. બોપલમાં સિક્યુરીટી ગાર્ડ એવા આરોપીએ મોજશોખ કરવા લૂંટને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે, પરંતુ પોલીસ અને સ્થાનિક લોકોની સતર્કતાથી લૂંટારાઓ રંગે હાથે ઝડપાઈ ગયા હતા.
આ મામલે વધુ માહિતી પ્રમાણે ભરત ગોયલ અને મહાવીરસિંહ દહિયા નામના આરોપીઓએ એલિસબ્રિજમાં માદલપુર ગામ ખાતે ફિલ્મી સ્ટાઈલમાં બાઈક પર આવીને 31.20 લાખની લૂંટ ચલાવી હતી. પરંતુ સ્થાનિક લોકો અને પોલીસની સતર્કતાથી લૂંટ કરી નાસી રહેલા બન્ને આરોપી રંગે હાથે ઝડપાઈ ગયા હતા. આ ઘટના એવી છે કે નેશનલ હેન્ડલૂમમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા રોહિત ચૌધરી રૂ. 31.20 લાખની રોકડ રકમ સાથે એલિસબ્રિજની SBI બેંકમાં પૈસા જમાં કરવા જઈ રહ્યા હતા તે સમયે આરોપી ભરત અને મહાવીરસિંહે તેમની એક્ટિવાને આંતરીને તેને રોકી હતી અને તેમની પર છરી વડે હુમલો કર્યો હતો. આ બધાની વચ્ચે તકનો લાભ લઈ ભરત અને મહાવીરે તેમની રોકડ ભરેલી બેંગ લૂંટી લીધી હતી અને તેઓ ફરાર થઈ રહ્યા હતા. આ બન્ને લૂંટારુઓ બાઈક મૂકીને નાસી ગયા હતા, પરંતુ સ્થાનિક લોકો અને પોલીસે તેમનો સતત પીછો કર્યો હતો અને આખરે બન્ને આરોપીને પકડી લેવામાં તેમને સફળતા મળી હતી. જોકે બન્ને આરોપીઓ એક હોટલના કમ્પાઉન્ડમાં ઘૂસી જતા ત્યાંથી પકડીને લૂંટનો તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.













