• અમદાવાદ જિલ્લામાં પાક નુકસાનીની કામગીરી

  • કમોસમી માવઠાના હિસાબે વળતર ચૂકવાશે
  • આવતી કાલથી 15 ટીમો દ્વારા સરવે હાથ ધરાશે

અમદાવાદ જિલ્લામાં કમોસમી વરસાદના લીધે વ્યાપક નુકસાન થયું હોવાની જાણકારી સામે આવી છે. અહીં એક માહિતી પ્રમાણે 1 લાખ હેક્ટરમાં ડાંગર, દિવેલા અને કપાસનું વાવેતર કરવામાં આવ્યું હતું. જો કે આ ખેતીને મોટા પાયે નુકસાન થયું હોવાની શક્યતા પણ સેવાઈ રહી છે. પાક નુકસાની વળતરને લઈને આ મામલે આવતીકાલથી સરવેની કામગીરી શરૂ થવાનું અનુમાન છે.

કમોસમી વરસાદની બહુ જ વ્યાપક અસર અમદાવાદ જિલ્લા સહિતના ગ્રામ્ય પંથકમાં જોવા મળી હતી. અહીં 1 લાખ હેક્ટર ભૂમિમાં ડાંગર, દિવેલા અને કપાસનું વાવેતર થયું હોવાની જાણકારી સામે આવી છે. જેમાં દિવેલા અને કપાસને થોડું ઓછું નુકસાન થયું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. જો કે ડાંગરના પાકને મોટા પાયે નુકસાનની જાણકારી સામે આવી છે. આ મામલે સરકારને ખેડૂતો દ્વારા પાક નુકસાનીના વળતરની સહાય ચૂકવવાની માગણી કરવામાં આવી હતી. જેના પગલે 15 ટીમો બનાવીને આ સરવે હાથ ધરાશે એવી જાણકારી પણ સામે આવી છે.

આ મામલે ગુજરાત સરકાર દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી, જેના માટે આજે ટીમની રચના કરીને તેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. સરવે હેઠળ કુલ 15 ટીમોની રચના કરવામાં આવશે. આ ટીમો અમદાવાદ જિલ્લામાં જ્યાં જ્યાં માવઠાની અસરના કારણે પાકને નુકસાન થયું હશે તે વિસ્તારમાં જઈને ત્યાં સરવે કામગીરી હાથ ધરશે. આ ડેટા ભેગો કર્યા બાદ પછી સરકારને આપવામાં આવશે. આ માહિતીના આધારે પછીથી સરકારના આદેશ અને નિયમો અનુસાર ખેડૂતોને પાક નુકસાનીની સહાય ચૂકવવામાં આવશે એવી જાણકારી સામે આવી છે.

એક માહિતી મુજબ અમદાવાદ જિલ્લામાં ધોળકા, બાવળા અને સાણંદ તાલુકા વિસ્તારમાં ડાંગરના પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ મામલે આ વિસ્તારના અગ્રણીઓ અને ખેડૂતો દ્વારા પણ તંત્રને માવઠાના પગલે વળતર સહાય આપવાની વિનંતી કરી હોવાનું સામે આવ્યું હતું. જેના પગલે આવતીકાલથી ટીમો પાક સરવેની કામગીરી હાથ ધરશે. જે પૂર્ણ થયા બાદથી સરકારના આદેશ અને નિયમો અનુસાર સહાયની ચૂકવણી કરવામાં આવશે. 

  • Follow us on: