- OPD બહાર એક્સ્ટ્રા કેસ બારીઓ દર્દીઓથી ઉભરાઇ
- RMCના આરોગ્ય કેન્દ્રમાં વાયરલ ઈન્ફેક્શનના 1 હજાર કેસ
- સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના 1 હજાર, ડેન્ગ્યુના 12 કેસ
રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ત્યારે બીજી તરફ રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગોએ માથું ઊંચક્યું છે. જેમાં રોગચાળાની અંદર ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસ વધ્યાની ફરિયાદને પગલે ફોગિંગ કરવાની કામગીરી ઝડપી બનાવાઇ છે. રાજકોટ શહેરમાં ગત સપ્તાહે મિશ્ર ઋતુ અનુભવાઈ હતી. સવારે તાપમાનમાં ઘટાડો જ્યારે દિવસ દરમિયાન ગરમી રહેતી હતી. આ મિશ્ર ઋતુને કારણે અનેકને શરદી-ઉધરસની તકલીફ થઈ હતી.
રાજકોટમાં મચ્છરજન્ય રોગની શંકા તેમજ બચવા માટે 2911 ઘરમાં ફોગિંગ કરાયા છે તે આડકતરી રીતે શહેરમાં ફેલાયેલા રોગચાળાની વિગતો દર્શાવી રહ્યું છે. તેમજ OPD બહાર એક્સ્ટ્રા કેસ બારીઓ દર્દીઓથી ઉભરાઇ રહી છે. જેની સાથે RMCના આરોગ્ય કેન્દ્રમાં વાયરલ ઈન્ફેક્શનના 1 હજાર કેસ નોંધાયા છે. આ ઉપરાંત સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના 1 હજાર, ડેન્ગ્યુના 12 કેસ નોંધાયા છે. મનપાના આરોગ્ય કેન્દ્રોમાં જ 875 દર્દી નોંધાયા હતા. આ ઉપરાંત સામાન્ય તાવના 51 જ્યારે ઝાડા-ઊલટીના 173 કેસ આવ્યા હતા.














