- અન્ય કેડરના અધિકારીઓને જીએસટી માં નિમણૂક આપવા અંગે નારાજગી
- પ્રોબેશન સમયગાળો પૂર્ણ થવા છતાં કાયમી નિમણુંક પત્રો ના મળતા નારાજગી
- સીધી ભરતીના કારણે પ્રમોશન લાયક અધિકારીઓને અન્યાયની લાગણી
અમદાવાદ સહિત રાજ્યમાં જીએસટીના 5 હજાર કર્મચારીઓ-અધિકારીઓ પોતાની પડતર માગણીઓ મુદ્દે આંદોલનના માર્ગે પહોંચ્યા છે. જેમાં વર્ગ 1, 2, 3 અને સુપર ક્લાસ 1 અધિકારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ માટે કલાર્ક, ઇન્સ્પેકટર, જોઇન્ટ કમિશનર, ડે-કમિશનર આંદોલનમાં જોડાયા છે. તેમજ અન્ય કેડરના અધિકારીઓની GSTમાં નિમણૂક આપતા નારાજ થયા છે.
જેમાં રાજ્યકર ભવન ખાતે કર્મચારીઓ-અધિકારીઓએ બપોરે સરકાર સામે સામે કાળીપટ્ટી ધારણ કરીને રામ બોલાવી હતી. સ્ટેટ જીએસટીમાં IRS કક્ષાના અધિકારીઓની વધારે પડતી ભરતીના કારણે સ્થાનિક કક્ષાના અધિકારીઓને અન્યાય થઇ રહ્યો છે. GPSC દ્વારા ભરતી થાય ત્યારે જીએસટીમાં જનાર કર્મચારી, અધિકારી કરતા રેવન્યૂમાં જતા કર્મચારી અધિકારીને પગાર ધોરણાં એક સ્કેલ ઊંચો મળે છે.













