- આખુ ગુજરાત 5G ટેક્નોલોજીથી સજ્જ થયુ
- 5G સ્પીડની રિલાયન્સે જાહેરાત કરી
- ડાઉનલોડ સમય ઘણો ઓછો થઇ જશે
આજથી ગુજરાતના તમામ જિલ્લામાં મોબાઇલમાં 5G સર્વિસ મળશે. જેમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. તેવા હવે આખુ ગુજરાત 5G ટેક્નોલોજીથી સજ્જ થયુ છે. જેમાં રિલાયન્સ માટે ગુજરાત એક મોટું ગ્રાહક છે. રિલાયન્સની જાહેરાત મુજબ, આ 5G સ્પીડ ગુજરાત અને તેના લોકોને સમર્પિત છે. હવે, રાજ્યના 33 જિલ્લા મથકોમાંથી 100% Jio True 5G કવરેજ મળશે.
5G સર્વિસીના લોન્ચિંગનો કાર્યક્રમ અમદાવાદ યોજાયો હતો
ઉલ્લેખનીય છે કે ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને જામનગરમાં 5G સર્વિસનો પ્રારંભ થઇ ગયો હતો. તાજેરમાં ગુજરાતમાં 5G સર્વિસીના લોન્ચિંગનો કાર્યક્રમ અમદાવાદ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા.
જાણો 5G સર્વિસની ખાસિયત
5G નેટવર્કમાં 4G LTEની 10 ગણી ઝડપી ઇન્ટરનેટ સ્પીડ મળશે. 5જીમાં માત્ર 10 સેકન્ડમાં આખી ફિલ્મ ડાઉનલોડ થઇ જશે. અત્યારે બે કલાકની ફિલ્મને ડાઉનલોડ કરવામાં અંદાજે 7 મિનિટ સુધીનો સમય લાગે છે. તેથી ડાઉનલોડ સમય ઘણો ઓછો થઇ જશે.
5G સર્વિસથી જાણો શું ફાયદો થશે
ગુજરાતમાં 5G ઈન્ટરનેટ શરૂ થવાથી ઘણા કામો ઝડપી થઇ જશે. ખાસ તો ડિજિટલ કાર્ય સાથે જોડાયેલ લોકોનું કામ સરળ બનશે. એટલું જ નહીં મનોરંજન અને સંચારક્ષેત્રે પણ ઘણો બદલાવ આવશે. જે કામ અત્યારે ધીમેધીમે થાય છે એ વધારે ઝડપથી થશે. એટલું ઝડપથી આ નેટવર્ક કામ કરશે કે આંખના પલકારામાં બધું કામ થઈ જશે. માણસોના વિચારો કરતાં પણ તેજ 5Gનું નેટવર્ક રહેશે. કોઈને વીડિયો ફાઈલ મોકલવી હોય તે ઝડપથી મોકલી શકાશે. તેમજ આ નેટવર્કમાં ઇન્ટનેટનો ખર્ચ કેટલો વધશે તેનો આગામી સમય જ બતાવશે.













