મહીસાગરના બાલાસિનોર-અમદાવાદ હાઈવે પર વહેલી સવારે કારનો અકસ્માત થતા ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે જેમાં કારની વચ્ચે ગાય આવી જતા કારે પલટી મારી હતી અને કારમાં સવાર તમામ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા સાથે સાથે ઓથવાડ ગામના 4 લોકોના એકસાથે મોત થતા ગામમાં પણ એરેરાટી ફેલાઈ ગઈ છે.


મહીસાગરમાં વહેલી સવારે અકસ્માત થતા 4ના મોત

મહીસાગરના બાલાસિનોર-અમદાવાદ હાઈવે પર ગાય વચ્ચે આવી જતા ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા હોવાની વાત સામે આવી છે,બાલાસિનોર હાઈવે પર લાડવેલ ચોકડી પાસે આ ઘટના બની હતી,પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે સાથે સાથે પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.હાલમાં મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો છે અને મૃતદેહનું પીએમ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે,કાર તમામ રીતે ડેમેજ થઈને પલટી મારી ગઈ છે.

ગઈકાલે ધ્રોલમાં અકસ્માત સર્જાતા 3ના મોત થયા

જામનગરના ધ્રોલ પાસે ભયંકર અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે જેમાં ધ્રોલના લતીપર અને ગોકુળપુરની વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો છે જેમાં પોલીસે અકસ્માત કઈ રીતે થયો અને કઈ રીતે કારે પલટી મારી તે દિશામાં તપાસ હાથધરી છે,હાલમાં મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પીએ થયા બાદ મૃતદેહ પરિવારને સોંપવામા આવશે,અકસ્માત એટલો ભયંકર હતો કે કારનું પડીકુ વળી ગયું છે.

ફોર લેન - સિક્સ લેન માર્ગો પર રોડ સેફ્ટીને ધ્યાને લઈને એન્‍ટીગ્લેર સિસ્ટમ

ફોર લેન - સિક્સ લેન માર્ગો પર રોડ સેફ્ટીને ધ્યાને લઈને એન્‍ટીગ્લેર સિસ્ટમના કુલ ૭૬ કામો ૭૮૬ કિલોમીટર લંબાઈના માર્ગો પર કરવા માટે રૂ. ૮૭.૫૨ કરોડ મંજૂર કર્યા.મુખ્યમંત્રીએ માર્ગો પર અકસ્માતોની સંખ્યા ઘટે અને વાહન ચાલકો માટે માર્ગ સલામતી વધે તેવો જનહિત અભિગમ અપનાવ્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે એવા હયાત માર્ગો જ્યાં વધુ અકસ્માત થવાની સંભાવના હોય ત્યાં જરૂરી સુધારણાની કામગીરી માટે રૂ ૧૦૦.૫૩ કરોડ મંજૂર કર્યા છે.

યાતાયાત વધુ સુરક્ષિત બનશે

તદનુસાર ,વળાંક સુધારણા, ક્રેશ બેરિયર, સ્પોટ વાઇડનિંગ , તથા રોડ ફર્નિચર વગેરે કામગીરી ના કુલ ૮૦ કામો ૩૨૮.૭૩ કિલોમીટર લંબાઇના માર્ગો પર હાથ ધરવા માટે આ રકમ ફાળવવામાં આવી છે.મુખ્યમંત્રીએ આ ઉપરાંત રાજ્યના માર્ગ મકાન વિભાગ હસ્તકના ફોર લેન અને સિક્સ લેન રોડ પર એન્‍ટીગ્લેર સિસ્ટમ લગાવવા કુલ ૭૮૬.૪૧ કિલોમીટરની લંબાઈના માર્ગો પર ૭૬ કામો માટે ૮૭.૫૨ કરોડ રૂપિયા ફાળવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના આ નિર્ણયને પરિણામે રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટશે તેમજ યાતાયાત વધુ સુરક્ષિત બનશે.

 

  • Follow us on: