ઇડર ખેડબ્રહ્મા હાઈવે અકસ્માતનો હાઈવે બની રહ્યો છે. ઈડર વડાલી હાઈવે રોડ પર જેતપુર પાટિયા નજીક અકસ્માત સર્જાયો. ગંભીર અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું. વડાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી અકસ્માત મામલે વધુ તપાસ હાથ ધરી.
ગઈકાલે રાત્રે ઇડર ખેડબ્રહ્મા હાઈવે બાઈક ચાલક માટે ગોઝારો સાબિત થયો. રાત્રિના સમયે બાઈક ચાલક હાઈવે પરથી પસાર થતો હતો ત્યારે ખાનગી વાહન સાથે ટકરાયો. વાહન અને બાઈકની ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક ચાલક ફંગોળાયો. ભયાનાક અકસ્માતને પગલે બાઈક પર સવાર બે લોકોમાંથી એકનું ઘટનાસ્થળ પર જ મોત નિપજયું. જ્યારે અન્ય વ્યક્તિને ગંભીર ઇજા પંહોચી હતી. યુવાનનું અકસ્માતમાં મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો.
ખાનગી વાહન અને બાઈકનો અકસ્માત
હાઈવે પર મોડી રાત્રે ખાનગી વાહન અને બાઈકનો અકસ્માતના થતાં સ્થાનિકો ભેગા થયા. બાઈક પર સવાર લોકો વાહન સાથે ટક્કર થયા બાદ ઘાયલ થયા હતા. લોકોએ પોલીસ અને 108ને ઘટનાની માહિતી આપી. ત્યારે 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર આવી ઘાયલોની તપાસ કરી. એક વ્યકિતનું અકસ્માતમાં મોત નિપજયું હોવાનું ડોક્ટરે જણાવ્યું. જ્યારે અન્ય ગંભીર ઇજા પામેલ વ્યક્તિને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો. ખાનગી વાહન ચાલક અકસ્માત સર્જાયા બાદ સ્થિતિ વધુ ગંભીર લાગતા ફરાર થયો.વડાલી પોલીસ પોતાની ટીમ સાથે ઘટનાસ્થળ પર પંહોચી અકસ્માત સર્જનાર ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી.
ચાર મહિના પહેલા જ ઇડર ખેડબ્રહ્મા હાઈવે પર ભયાનક અકસ્માત થયો હતો. મહારાણા પ્રતાપ સર્કલ નજીક ટ્રક ચાલકની બેદરકારીએ બાઈક સવારને અડફેટે લીધા. બાઈક પર ત્રણ લોકો સવાર હતા. અકસ્માતને પગલે બાઈક પર સવાર માતા-પુત્રનું મોત નિપજયું. જ્યારે પતિને ગંભીર ઇજા પંહોચી હતી. પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી અટકાયત કરી હતી.